Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ભવિષ્યમાં ઓફિસમાં કામ કરતા લોકો કેવા હશે? જોઈ લો આ ઢીંગલી જેવા હશે

લંડન,તા.૩૧:લાંબા કલાકો સુધી ડેસ્ક પર બેસીને કામમાં લાગેલા રહેવાની આદત આજની વર્કિંગ જનરેશનની છે. આ આદત હેલ્થ પર કેવો કાળો કેર વરતાવી રહી છે એનો આપણને અંદાજ નથી, પરંતુ વીસ વર્ષ પછી વર્કિંગ-જનરેશન કેવી હશે એ આપણી સામે તાદૃશ્ય થાય એવી ઢીગલી તૈયાર કરવામાં આવી છે. વિલિયમ હિગેમ નામના બિહેવિયરલ ફ્યુચરિસ્ટ વૈજ્ઞાનિકની ટીમે મળીને એમા નામની લાઇફ-સાઇઝ ડોલ તૈયાર કરી છે. આ ઢીંગલીની ખૂંધ નીકળેલી છે, માથું આગળ તરફ ઢળી ચૂકયું છે અને આંખો સૂકી અને લાલદ્યૂમ છે. પગ અને હાથ પર સોજા આવી ગયા છે કેમ કે એમાં સકર્યુલેશન બરાબર નથી થયું. સ્ટ્રેસને કારણે એકઝીમા થયો છે અને એવી તો બીજી દ્યણી બિમારીઓની ભવિષ્યવાણી આ સાયન્ટિસ્ટોએ કરી છે. એમા નામની આ ઢીંગલી એ આજની વર્કિંગ જનરેશન માટે લાલબત્ત્।ી સમાન છે. રિસર્ચરોનું કહેવું છે કે ઓફિસ એન્વાયર્નમેન્ટ અને વર્ક-કલ્ચરમાં જો પરિવર્તન નહીં કરવામાં આવે તો શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પર બહુ મોટું જોખમ છે.

અભ્યાસકર્તાઓએ ફ્રાન્સ, જર્મની અને બ્રિટનના ૩૦૦૦થી વધુ ઓફિસ-વર્કર્સનો સર્વે કર્યો હતો અને તેમની લાક્ષણિકતાઓનો સમન્વય કરીને એમા નામની ઢીંગલી તૈયાર કરી હતી. સર્વેમાં ૫૦ ટકાથી વધુ લોકોને ડ્રાયનેસની તકલીફ હતી. ૪૯ ટકા લોકોને કમરમાં દુખાવો, ૪૮ ટકાને અવારનવાર માથાનો દુખાવો અને ૪૫ ટકાને ગરદનમાં ખાલી ચડી જવાની સમસ્યા હતી. આ બધા જ લક્ષણોનો સરવાળો કરીને રિસર્ચરોએ ભવિષ્યમાં ઓફિસમાં બેસીને કામ કરનારાઓનું ભવિષ્ય ભાખ્યું છે.

(3:12 pm IST)