Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

પાકિસ્તાનના રાવલપિંડીમાં હોસ્પિટલમાં ગોળીબારીની ઘટનાથી અરેરાટી: 2 લોકો મોતને ભેટ્યા

નવી દિલ્હી: પાકિસ્તાનના રાવલપિંડી જિલ્લાના હોસ્પિટલમાં શનિવારના રોજ એક બંદૂકધારીએ બે લોકોને નિશાન બનાવીને  અચાનક ગોળીબારી શરૂ કરી દેતા આ ફાયરિંગમાં બે લોકો મોતને ભેટ્યા છે.

    પાકિસ્તાનની એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શંકાસ્પદ  લોકો વર્ધી પહેરીને હોસ્પિટલમાં  દાખલ થયા હતા અને તે મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં આવ્યા હોવાના બહાને ફાયરિંગ શરૂ કરી દીધું હતું જેમાં બે લોકોને પોતાનો જીવ ગુમાવવાની નોબત આવી હોવાનું માલુમ પડી રહ્યું છે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

(6:16 pm IST)