Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

ડુંગળી અનેક બીમારીઓથી રાખે છે દૂર

શાક અને સલાડમાં ઉપયોગમાં લેવામાં આવતી ડુંગળી ભોજનના સ્વાદને વધારે છે. ડુંગળી ગુણોની ખાણ છે. ડુંગળી તમારા સ્વાસ્થ્ય અને સુંદરતા બંનેનું ધ્યાન રાખે છે.  તો  જાણો તેના ફાયદા વિશે.

ડુંગળી તમને  કેટલીય બીમારીઓથી  દૂર રાખી  તમારૂ આયુષ્ય વધારે છે. આવુ તેમાં રહેલ એન્ટી-ઇમ્ફલેમેન્ટ્રી, એન્ટી-એલર્જીક, એન્ટી-ઓકિસડેન્ટ અને એન્ટી-કાર્સિનોજેનિક ગુણોના કારણે થાય છે.

જો  તમે  ડાયાબીટીશના  દર્દી છો, તો    તમને ડુંગળી ઉપયોગી સાબીત થઇ શકે છે. ડુંગળીથી શરીરમાં ઇન્સુલીન પેદા થઇ શકે છે. ઉપરાંત ડુંગળી રકતમાં શુગરની માત્રાને નિયંત્રીત કરે છે. દરરોજ એક  ડુંગળી ખાવાથી રકતની ખામી દૂર થાય છે.

ડુંગળી અનેક બીમારીઓને દુર કરે છે. શરદી, કફ અને તાવની સમસ્યા થતા ડુંગળીનો રસ મધ અથવા ગોળ સાથે પીવો જોઇએ. ગળુ ખરાબ હોય ત્યારે પણ ડુંગળી ઉપયોગી છે. કફ થઇ જતા ડુંગળીના રસમાં મિશ્રી મિકસ કરીને ચાટવાથી ફાયદો  થાય છે.

ઓસ્ટિયોપોરોસિસ અને અથેરોસરોસિસના દર્દી માટે પણ એક સારી ઔષધી ગણવામાં આવે છે. તેના માટે ૩ ચમચી ડુંગળીના રસમાં ૪ ચમચી પાણી, એક ચમચી લીંબુનો રસ અને સ્વાદ  અનુસાર મીઠુ નાખી મિશ્રણ બનાવી દિવસમાં એકવાર સેવન કરો. તેનાથી ફાયદો થશે. 

(9:57 am IST)