Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

તમે ભોજન કર્યા બાદ તરત સૂઈ જાવ છો? તો સાવચેત

તમે ભોજન કરીને તરત ધૂમ્રપાન કરો છો?.. ફળ ખાવ છો?..ચા પીવો છો?.. વોક કરો છો?..સૂઈ જાવ છો? તો સાવચેત

ખોરાક માત્ર પેટ ભરવા માટે હોતુ નથી, પરંતુ આ આપણા શરીરને જરૂરી પોષકતત્વ પણ પ્રદાન કરે છે. તેથી હંમેશા સ્વસ્થ ભોજન કરવુ જોઈએ. કેટલાક લોકો સ્વસ્થ ખોરાક તો લે છે, છતા બીમાર રહે છે. તેનું મુખ્ય કારણ ભોજન કર્યા બાદ કરવામાં આવતી કેટલીક ભૂલો હોય છે. શું તમે પણ આવી કોઈ ભૂલ કરો છો? તો જાણો તેના વિશે.

કેટલાક લોકોને ભોજન કર્યા બાદ ધૂમ્રપાન કરવાની આદત હોય છે. પરંતુ, ભોજન બાદ ધૂમ્રપાન કરવાથી ગેસ્ટ્રિક અને એસિડીટીની સમસ્યા થઈ શકે છે.

ફળ ભલે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય, પરંતુ ભોજન સાથે કે ભોજન કર્યા બાદ ફળ ન ખાવા જોઈએ. એવુ કરવાથી તે પેટમાં અટકી થાય છે. જેના કારણે યોગ્ય સમયે આંતરડા સુધી પહોંચી શકતા નથી અને પાચનસંબંધી મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે.

ભોજન કર્યા બાદ તરત ભૂલથી પણ ચા ન પીતા. ચાની પત્તીમાં એસિડની માત્રા ખૂબ જ વધારે હોય છે. તેથી ભોજન કર્યા બાદ તરત ચા પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

ભોજન કર્યા બાદ તરત વોક પર ન જવુ જોઈએ. ભોજન કર્યા બાદ તરત ચાલવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થવાનું જોખમ વધી જાય છે.

અમુક લોકો ભોજન કરીને તરત પથારી પર આડા પડે (સૂવે) છે, આ આદત ખૂબ જ ખરાબ છે. ભોજન કર્યાના ઓછામાં ઓછા અડધા કલાક બાદ જ સૂવુ જોઈએ. જે લોકો ભોજન કર્યા બાદ તરત સૂઈ જાય છે તેને ગેસ અને આંતરડામાં ઇન્ફેકશન સંબંધી મુશ્કેલીઓ થઈ શકે છે.

 

(9:56 am IST)