Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાનો પર થયેલ હવાળી હુમલામાં 100થી વધુ આતંકિઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની સેના અને સલામતી એજન્સીઓએ તાલીબાનો સામે મેજર ઓપરેશન શરૂ કરી દીધું છે. જેમાં વાયુ સેનાની મદદ પણ લેવામાં આવી રહી છે. સલામતી એજન્સીઓએ તાલીબાનોના વિવિધ કેમ્પ પર હવાઈ હૂમલા કર્યા હતા, જેમાં 24 કલાકમાં જ 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો હતો. જ્યારે 90થી વધુ ઘાયલ થયા હતા.
સરકારના સૂત્રોને ટાંકીને એજન્સી જણાવે છે કે, અફઘાન સૈન્યએ હેરાત પ્રાંતમાં હેરાત શહેર અને તેની પડોશમાં આવેલા ગુુજરા, કારૂખ અને સેયાવોશન જેવા વિસ્તારોમાં આતંકવાદીઓના હુમલાનો જવાબ આપતાં કાર્યવાહી કરી હતી, જેમાં 52 તાલીબાનના મોત થયા હતા અને 47 ઘાયલ થયા હતા.
આતંકવાદીઓ સામેની કાર્યવાહીમાં અફઘાનિસ્તાનની વાયુસેનાના એ-29 યુદ્ધ વિમાનો પણ જોડાયા હતા. હેરાતના ઘોરિયન જિલ્લામાં કરવામાં આવેલી હવાઈ કાર્યવાહીમાં 13 તાલીબાનો સમેત 22 અન્ય આતંકીઓનો ખાત્મો થયો હતો.
કેટલાક વિસ્તારોમાં સૈન્યએ રેડ પાડી હતી, જેમાં શસ્ત્રો અને દારૂગોળા સહિત સાત વાહનોને નષ્ટ કરવામાં આવ્યા હતા. સેનાની 215મી માઈવંડ કોરે જાહેર કરેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, હેલમંદમાં પ્રાંતીય રાજધાની લશ્કર ગાહના બહારના વિસ્તારોમાં આવેલા તાલીબાનોના વિસ્તારો પર હવાઈ હૂમલા કરવામાં આવ્યા હતા.

 

(4:22 pm IST)