Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

વિયેતનામમાં કોરોના વાઇરસનો એક અનોખો વેરિએંટ સામે આવ્યો

 નવી દિલ્હી: વિયેટનામમાં કોરોના વાઈરસનો એક જુદા પ્રકારનો ભિન્ન સ્વરૂપનો વેરીએન્ટ મળી આવ્યો છે જેની બેહદ ખતરનાક હાઈબ્રીડ તરીકે ઓળખ કરાઈ છે. જે ભારત અને બ્રિટનમાં મળેલા કોરોના વાયરસનું મિશ્રીત રૂપ છે. વેરીએન્ટ હવામાં ઝડપથી ફેલાય છે.વિયેટનામના સ્વાસ્થ્ય મંત્રી વિએન થા લાંગે શનિવારે જણાવ્યુ હતું કે નવો વેરીએન્ટ ખૂબ ખતરનાક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવો વેરીએન્ટ પહેલાવાળાની સરખામણીમાં વધારે સંક્રામક છે અને હવામાં ઝડપથી ફેલાય છે નવા દર્દીઓની તપાસ બાદ નવો વેરીએન્ટ બહાર આવ્યો છે. વાઈરસનો જિનેટીક કોડ ટુંક સમયમાં ઉપલબ્ધ થશે. ડબલ્યુએચઓ હાલમાં વિયેટનામના દાવાનું આકલન કરી રહ્યું છેથા લોંગે જણાવ્યું હતું કે કોરોનાનું હાઈબ્રીડ સ્વરૂપ વિયેટનામની 63 નગરપાલિકાઓ અને 30 પ્રાંતમાં દરવાજે ટકોરા દઈ ચૂકયુ છે. દેશમાં હાલમાં કોરોના કેસોમાં જબરજસ્ત ઉછાળા માટે પણ તેને જવાબદાર માનવામાં આવે છે. દેશમાં મેની શરૂઆત સુધીમાં કોરોનાના 3100 દર્દીઓ બહાર આવ્યા હતા.

(6:08 pm IST)