Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

૪ કલાક અને ર૦ મિનિટ સુધી પ્લેન્ક પોઝિશન જાળવીને બનાવ્યો રેકોર્ડ

ટોરેન્ટો તા. ૩૧: કેનેડાના મોન્ટ્રિયલમાં રહેતી ડાના ગ્લોવાસ્કા નામની ફિટનેસપ્રેમી મહિલા તાજેતરમાં અમેરિકાના નેપરવિલ ટાઉનમાં યોજાયેલી પહેલવહેલી ઇન્ટરનેશનલ પ્લેન્ક ટ્રેઇનિંગ કોન્ફરન્સમાં ભાગ લેવા ગઇ હતી. આ ઇવેન્ટમાં બહેને લાંબો સમય પ્લેન્ક પોઝિશનમાં સ્થિર રહેવાની ચેલેન્જ ઉપાડી હતી. જેમને એકસરસાઇઝ અને વર્કઆઉટમાં ખબર નથી તેમને કહી દઇએ કે પ્લેક એ પેટ અને ધડના સ્નાયુઓને મજબૂત કરવા માટેની ખાસ કસરત છે જેમાં માત્ર પગના અંગૂઠા અને હાથના સહારે બોડીને જમીનથી પેરેલલ ઊંચકેલી રાખવાની હોય છે. આ પહેલાં સૌથી લાંબો સમય પ્લેન્ક કરવાનો રેકોર્ડ ૩ કલાક અને ૩૦ મિનિટનો હતો જે ર૦૧પમાં મારિયા કાલીમેરા નામની કન્યાના નામે હતો. આ રેકોર્ડ બન્યા પછી ડાનાએ પોતાની બોડીને આ ચેલેન્જ ઉઠાવવા માટે ટ્રેઇન કરવાનું શરૂ કરેલું. પહેલી વાર તેણે પ્લેન્ક કરી ત્યારે તે માત્ર ચાર જ મિનિટ એ પોઝિશનમાં રહી શકી હતી. એ પછી તેણે લગાતાર દરરોજ ટ્રેઇનિંગ દ્વારા બોડીને તૈયાર કર્યું હતું અને વિશ્વવિક્રમ બનાવ્યો હતો. સ્ત્રીઓની સરખામણીએ પુરૂષોના મસલ્સ વધુ સહનશકિત ધરાવતા હોય છે એટલે પુરૂષોમાં લાંબો સમય પ્લેન્ક કરવાનો રેકોર્ડ આઠ કલાક અને ૧ મિનિટનો છે.

(3:21 pm IST)