Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

કુદરતની કમાલઃ ૨૪૫ ગ્રામ વજનની બાળકીનો જન્મ

સાડા ત્રણ મહિને જન્મઃ સફરજન જેટલું વજનઃ ડોકટરોએ આશા મૂકી દીધી હતી, પણ કુદરતે જીવન આપ્યું: પાંચ મહિના બાદ વજન બે કિલો થયું: હોસ્પિટલમાંથી રજા અપાઇ ત્યારે એક ટોપીમાં સમાઇ ગઈ હતીઃ નર્સે સેબી-માખી જેવી નામ આપ્યું!

સાનડીએગોઃ સાન ડીએગોની એક હોસ્પીટલમાં બુધવારે જાહેર કરાયું હતું કે ડીસેમ્બરમાં એક બાળકીનો જન્મ થયો હતો અને કહેવામાં આવે છે તે દુનિયાની સૌથી ઝીણી જીવંત બાળકી છે. જન્મ સમયે તેનો વજન ફકત એક સફરજન જેટલો એટલે કે ૮.૬ ઔંસ (૨૪૫ ગ્રામ) હતો.

આ બાળકી ફકત ૨૩ અઠવાડીયા અને ૩ દિવસની ગર્ભાવસ્થા પછી જન્મી હતી. ડોકટરોએ તેના પિતાને કહ્યું હતું કે તમારી પાસે તેની સાથે ગાળવા માટે એક કલાકનો સમય ત્યાર બાદ તે જીવીત નહી રહી શકે.

શાર્ય મેરી બીર્ચ હોસ્પીટલ ફોર વીમેન એન્ડ ન્યુબોર્નસ દ્વારા રીલીઝ કરવામાં આવેલ એક વીડીયોમાં બાળકીની માતા એ કહ્યું, ''પણ કલાકમાંથી બે કલાક થઇ, જે દિવસમાં ફેરવાઇ અને પછી સપ્તાહમાં ફેરવાઇ હતી.

આમ કરતા કરતા પાંચ મહીના વીતી ગયા છે અને બાળકી તંદુરસ્ત બાળક તરીકે પોતાના ઘરે પણ પહોંચી ગઇ છે અત્યારે તેનું વજન ર કિલો ગ્રામ છે.

હોસ્પિટલે કહ્યું હતું કે બાળકીના કુટુંબે તેની વાત શેર કરવાની પરવાનગી આપી છે. તેમણે બાળકીનું નામ પણ નર્સો તેને જે નામે બોલાવતી તે સેબી (say bie) રાખ્યું છે.

યુનિવર્સિટી ઓફ આઇઓવામાં તેનું નામ દુનિયાના સૌથી ઝીણા બાળક તરીકે રજીસ્ટર થયું છે.

આઇઓવા યુનિવર્સિટીના પીડીયા ટ્રીકસના પ્રોફેસર ડો.એડબર્ડ બેલે કહ્યું હતું કે જન્મ વખતના રજીસ્ટર થયેલા વજનમાં સેબીનું વજન અત્યાર સુધીમાં સૌથી ઓછું છે. હોસ્પીટલ અનુસાર અત્યાર સુધીમાં જન્મેલ સૌથી ઓછા વજનના બાળક કરતા તેનું વજન ૭ ગ્રામ ઓછુ હતું જે બાળકનો જન્મ જર્મનીમાં ૨૦૧૫માં થયો હતો.

હોસ્પીટલે બહાર પાડેલ વિડીયોમાં બાળકીની માતાએ તેના જન્મની વિગતો આપતા તે દિવસને સૌથી ભયંકર ગણાવ્યો હતો.

તેણે કહ્યું કે તબિયત બરાબર ન લાગતા તેણીને હોસ્પીટલમાં લઇ જવાઇ હતી જયાં તેને કહેવામાં આવ્યુ કે પી એકલેપ્સીયા નામનો ભાગ્યેજ થતો રોગ થયો છે (જેમાં બ્લડપ્રેશર રોકેટગતીએ વધીને ગંભીર સ્થિતી ઉભી કરે છે) અને બાળકની ડીલીવરી તાત્કાલિક કરવી પડશે. હું તેમને કહેતી હતી કે તેને હજી ૨૩ અઠવાડીયાજ થયા છે તે બચી નહીં શકે.

પણ નીઓનેટલ ઇન્ટેન્સીવ કેર યુનિટની મદદથી તે બચી ગઇ અને ધીમે ધીમે તેનું વજન પણ વધ્યું.

નર્સ એમાં વેઇસ્ટના કહેવા અનુસાર પથારીમાં તેને મુકી હોય તો ભાગ્યેજ તમે તેને જોઇ શકો. જયારે તેને રજા આપવામાં આવી ત્યારે તેને નર્સોએ ફકત એક ટોપી જ ઢાંકી હતી જેમાં તે સમાઇ ગઇ હતી. વીડીયોમાં બીજી એક નર્સ એવું કહેતી જોવા મળે છે કે તે જીવે છે તે એક ચમત્કાર જ છે. બાળકી માતા કહે છે કે તે ઝીણી છે પણ જોરાવર છે. અને એટલેજ તો સેબી અત્યાર સુધી જીવીત છે.

(3:39 pm IST)