Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ઇસ્લામિક સ્ટેટે બેલ્જીયમ હુમલાની જવાબદારી લીધી

નવી દિલ્હી: ઇસ્લામિક સ્ટેટે બેલ્જીયમના લીઝ શહેરમાં મંગળવારના રોજ થયેલ હુમલાની જવાબદારી લીધી છે આઈએસે ઇન્ટરનેટ પર એક વક્તવ્ય દરમિયાન વાતની જાણકારી આપી હતી કે તે હુમલાની જવાબદારી લઇ રહ્યું છે હુમલાને ખલીફાના સૈનિકે અંજામ આપ્યું હતું પરંતુ આતંકવાદી સંગઠને પોતાના દાવના સંબંધમાં કોઈ પણ સબૂત રજૂ કર્યા હતા બેલ્જીયમમાં લગભગ સ્થાનિક સમય મુજબ 10.30 હુમલો કરવામાં આવ્યો હતો જે ચાકુથી થયો હતો.

(6:33 pm IST)
  • નુરપુર સીટ પર સપાના નઇમ ઉલ હસનનો 6211 મતથી વિજય : ભાજપના અવનીસિંહનો પરાજય : આ બેઠક પહેલા ભાજપ પાસે હતી : લોકેન્દ્રસિંહના નિધનથી ખાલી પડેલી સીટમાં પેટા ચૂંટણી થઈ હતી access_time 1:31 pm IST

  • લાંબી છલાંગ લગાવવા માટે બે કદમ પાછળ હટવું પડે છે:કૈરેનામાં ભાજપના પરાજય બાદ રાજનાથસિંહની પ્રતિક્રિયા : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે યુપીના કૈરેના બેઠક પર ભાજપના પરાજય બાદ મોટી પ્રતિક્રિયા અપાતા કહ્યું હતું કે ક્યારેક ક્યારેક લાંબી છલાંગ લગાવવા માટે બે ડગલાં પાછળ હટવું પડે છે access_time 1:17 pm IST

  • મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર મુશ્કેલીમાં : સાથ છોડવા શિવસેનાની ચિમકી : શિવસેનાના ઉદ્ધવ ઠાકરે પત્રકાર પરિષદમાં ભાજપ સરકારને સાથ આપવા બાબતે મહત્વની જાહેરાત કરશે : અનંત ગીતે રાજીનામુ આપે તેવી શકયતા access_time 5:35 pm IST