Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ઓવર એકિટવ બાળકો સાથે કરો ડીલ

આમ જોઈએ તો બધા બાળકો તોફાની જ હોય છે અને પોતાની મસ્તીથી આખા ઘરમાં ધમાલ મચાવે છે. જે માતા-પિતા માટે મુશ્કેલીનું ઘર બની જાય છે. તો જાણી લો બાળકને સંભાળવાની સરળ રીત.

 આવા બાળકોને વ્યસ્ત રાખવુ ખૂબ જ જરૂરી છે. તમે તેના માટે એવો રસ્તો શોધો કે જેનાથી તે પોતાની એનર્જીને સકારાત્મક દિશામાં વાળી શકે. સારૂ રહેશે કે તમે ઘરમાં કલે ચાર્ટ, રંગો, પેન્સિલ અથવા અન્ય ક્રિએટીવીટીવાળી બધી વસ્તુઓ રાખો, જેથી બાળકો તેની સાથે વ્યસ્ત રહે.

બાળકોને તમે ટાઈમ ટેબલ મુજબ ચાલતા શીખવો. તેનાથી પણ આખો દિવસ વ્યસ્ત રહેશે અને તેનુ ધ્યાન ફાલતુ કામમાં નહીં જાય. સાથે અમુક સમય બાદ તેને એ પણ ખબર પડી જશે કે કયાં સમયે કયું કામ કરવાનું છે? તમે બાળકને સમયસર સૂવાની, ઉઠવાની, ખાવાની, રમવાની આદત પાડો.

બાળક પાસે ડીપ બ્રીદિંગ કસરત કરાવો. જેમાં નાકથી ઉંડો શ્વાસ લે અને મોઢાથી છોડે. તેનાથી તેનો મગજ શાંત રહેશે અને તેમને કંટ્રોલ કરવામાં સરળતા રહેશે.

(10:25 am IST)