Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

ચુંબન કરવા પાછળ એક વિજ્ઞાન છુપાયેલુ છે

ચુંબન કરવાથી આપણા મોં, દાંત અને ગમ્સ તંદુરસ્ત રહે છે

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ૧૦ સેકન્ડની કિસમાં ૮ કરોડ બેકટેરિયા એક બીજા સાથે શેર થાય છે

નવી દિલ્હી,તા. ૩૧: ચૂંબન કરવા પાછળ એક વિજ્ઞાન છૂપાયેલુ છે. આપ એ જાણીને અચંબામાં પડી જશે કે, વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ૧૦ સેકન્ડની કિસમાં ૮ કરોડ બેકટેરિયા એક બીજા સાથે શેર થાય છે. વિજ્ઞાન જણાવે છે કે, તેના કેટલાય ફાયદા પણ છે અને નુકસાન પણ છે.ચૂંબનથી એટલા બધા બેકિટરિયાનું આદન-પ્રદાન થવા છતાં પણ હાથ મિલાવાથી બિમારી વધવાનું જોખમ વધારે છે. કિસીંગ પાછળ વિજ્ઞાન કહે છે કે, ભલે આ કામમાં બેકટેરિયાનું આદાન-પ્રદાન થતું હોય પણ તે બંને માટે લાભકારક છે.પ્રેમની શરૂઆત હોઠથી થાય છે. બાળપણમાં માતાનું દૂધ અથવા બોટલનું દૂધ પિતા વખતે બાળકના હોઠ જે રીતે ઉપયોગમાં આવે છે, તે કિંસીંગ સાથે મળતું આવે છે. જે બાળકના દિમાગમાં ન્યૂરલ/નસો સાથે જોડાયેલા રસ્તો તૈયાર કરે છે. જે કિંસીંગને લઈને મનમાં સકારાત્મક ભાવ જન્માવે છે.

હોઠ એ શરીરનો સૌથી ખુલ્લો ભાગ છે જે માણસની અંદર જાતીયતાને ઉત્ત્।ેજિત કરે છે. માનવ હોઠ અન્ય પ્રાણીઓથી બાહ્ય રીતે અલગ છે. તમે ભાગ્યે જ જાણો છો કે હોઠ સંવેદનશીલ ચેતાથી ભરેલા છે, તેનો થોડો સ્પર્શ આપણા મગજમાં સંકેતો મોકલે છે અને આપણે સારુ ફિલ કરીએ છીએ. કિસ સાયન્ટિફિક ફેકટ્સ આપણા મગજના મોટા ભાગને સક્રિય કરે છે. આને કારણે, અચાનક આપણું મગજ સક્રિય થઈ જાય છે અને કામ કરવાનું શરૂ કરે છે. તે વિચારવાનું શરૂ કરે છે કે આગળ શું થઈ શકે. ચુંબનની અસર એવી છે કે આપણા શરીરમાં હોર્મોન્સ અને ન્યુરોટ્રાન્સમિટર્સ એક ગલીની જેમ ફરવા લાગે છે. આપણી વિચારસરણી અને ભાવના પ્રભાવિત થવા માંડે છે. જયારે બે હોઠ ભેગા થાય છે, ત્યારે સરેરાશ વિનિમય ૯ મિલિગ્રામ પાણી, .૭ મિલિગ્રામ પ્રોટીન, .૧૮ મિલિગ્રામ કાર્બનિક સંયોજનો, .૭૧ મિલિગ્રામ વિવિધ ચરબી અને ૪૫ મિલિગ્રામ સોડિયમ કલોરાઇડ હોય છે. ચુંબન પણ કેલરી બર્ન કરે છે. ચુંબન કરનાર દંપતિ પ્રતિ મિનિટ ૨ થી ૨૬ કેલરી ખર્ચ કરે છે અને આ અનુભૂતિ દરમિયાન, લગભગ ૩૦ વિવિધ પ્રકારના સ્નાયુઓનો ઉપયોગ થાય છે. (૨૨.૮)

કિસના ફાયદા

સંબંધ મજબૂત બનશે - કિસ કરવાને એક સુખદ પ્રવૃત્ત્િ। માનવામાં આવે છે. શારીરિક સંબંધો માટે પણ તે જરૂરી છે. પ્રેમ અને સાથ જાળવવા મદદગાર છે.

તણાવ ઓછો - આ કરવાથી મગજ માંથી એવા કેમિકલ નીકળે છે જે મનને શાંત કરે છે. આ તણાવ દ્યટાડે છે અને મનને તાજું પણ કરે છે.

મેટાબોલિઝમ- ચુંબન કેલરી બર્ન કરે છે, જેથી મેટાબોલિઝમને પ્રોત્સાહન આપે છે.

મોં માટે સેહતમંદ - આપણા મોંના લાળમાં એવા પદાર્થો હોય છે જે બેકટેરિયા, વાયરસ વગેરે સામે લડે છે. તેથી ચુંબન કરવાથી આપણા મોં, દાંત અને ગમ્સ તંદુરસ્ત રહે છે.

રોગપ્રતિકારક શકિત વધે છે - આપણા જીવનસાથીના મોંમાં રહેતા જીવાણુઓના સંપર્કમાં આવીને આપણી પ્રતિરક્ષા પણ મજબૂત બને છે.

(10:13 am IST)