Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

અમેરિકાએ બનાવ્યું સસ્તું વેંટીલેટર

નવી દિલ્હી: અમેરિકામાં કરોના વાયરસની વધતી ઘટનાઓને ધ્યાનમાં લઈને ટેક્સાસ વિશ્વવિદ્યાલયદ્વારા એક સ્વચાલિત હાથમાં પકડાતું એક વેંટીલેટર વિકસિત કર્યું છે પારંપરિક વેંટીલેટરની તુલનામાં તેમની કિંમત ખુબજ ઓછી છે કોરોનાના કારણોસર દુનિયા આખીમાં 37550 લોકોના મૃત્યુ નિપજ્યા છે.

            અમેરિકામાં બીમારીના વ્યાપક પ્રકોપથી હોસ્પિટલમાં સાધનોની ઉણપ સર્જાઈ રહી છે તેમજ દર્દીઓ માટે વેંટીલેટર પણ ઓછા પડી રહ્યા છે એવામાં શોધાયેલ વેંટીલેટર ખુબજ ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે તેવું જાણવામાં આવી રહ્યું છે.

(6:16 pm IST)