Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

બાળકોને કોરોનાથી બચાવવા દર્દીઓની સારવાર કરી રહેલ આ ડોક્ટર ગેરેજમાં ટેન્ટ લગાવીને રહે છે

નવી દિલ્હી: કોરોના વાયરસનાં દર્દીઓની સારવાર કરી રહેલાં ડોક્ટરે પત્ની અને બાળકોને ખતરામાંથી બચાવવા માટે ગેરેજમાં ટેન્ટ લગાવીને રહેવાનો નિર્ણય કર્યો છે. મામલો અમેરિકાના કેલિફોર્નિયાનો છે. કોરોના વાયરસથી દુનિયાભરમાં 30,800થી વધારે લોકોનાં મોત થયા છે. અને અમેરિકામાં તે તેજીથી વધી રહ્યો છે. ડોક્ટર ટિમ્મી ચેંગ ઈચ્છતા નથીકે, તેમના પરિવારને કોઈ પણ પ્રકારનો ખતરો રહે. ડેલી મેલના અહેવાલ મુજબ, ડો. ચેંગ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે. તેઓ પોતાના ઘરનાં ગેરેજમાંજ ટેન્ટ લગાવીને સુઈ રહ્યો છે. એક ટ્વિન મેટ્રેસ, લેપટોપ અને સ્નેક્સની સાથે ટેન્ટમાં સમય વિતાવી રહ્યો છે.

              હોસ્પિટલમાં શિફ્ટ પુરી કર્યા બાદ ચેંગ ટેંટમાં રહે છેચેંગે ફેસબુક પર લખ્યુ, 'મે જાતે હોમલેસ થવાનો નિર્ણય કર્યો છે. જેથી જો હું સંક્રમિત થઈ જઉ તો મારા પરિવારને સંક્રમણ થાય.' તેણે એવું પણ જણાવ્યુ હતુકે, એક રાત તેણે પોતાની કારમાં વિતાવી પડી હતી. ત્યારબાદની ચાર રાત્રિ તેણે હોસ્પિટલનાં કોલરૂમમાં સૂઈને વિતાવી હતી. પાંચમાં દિવસે તેની પત્નીએ ગેરેજમાં ટેન્ટ લગાવવાનો આઈડિયા આપ્યો હતો.

(6:15 pm IST)