Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

પાકિસ્તાનમાં આ શખ્સ એટીએમમાંથી સેનિટાઇઝર ચોરી કરતા સીસીટીવીમાં થયો કેદ

નવી દિલ્હી: કોરોના વાયરસના પ્રકોપની વચ્ચે લોકો પોતાને બીમાર પડવાથી બચાવવા માટે દરેક રીતની કોશિશ કરી રહ્યા છે. માસ્ક પહેરવાથી લઈને સાબુ અને પાણીથી હાથ સાફ કરવા સુધી, સાવચેતીના પગલા લઈ રહ્યા છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસનો પગ પેસારો થઈ ગયો છે. ત્યાં પણ લોકો બીમારીથી પરેશાન છે. કડીની વચ્ચે એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને તમે પણ હેરાન થઈ જશો.

                 કોરોના વાયરસના કારણે હેન્ડ સેનેટાઈઝર ખૂબ વેચાઈ રહ્યા છે. એવામાં સેનેટાઈઝરની અછત જોવા મળી રહી છે. એક વીડિયો ટ્વીટર પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ એટીએમમાંથી સેનેટાઈઝર ચોરી કરતો દેખાઈ રહ્યો છે. વીડિયોને પાકિસ્તાનની પત્રકાર નાયલા ઈનાયતે શેર કર્યો છેતેણે કેપ્શનમાં લખ્યું, જ્યારે તમને લાગે છે કે કોઈ પણ તમને જોઈ રહ્યું નથી.

(6:14 pm IST)