Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ઇંગ્લેન્ડમાં એકબીજાને ડુંગળીની રીંગ પહેરાવીને અનોખી રીતે કર્યા લગ્ન

વોશિંગટન: કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયામાં ભયનો માહોલ છવાઈ ગયો છે. દુનિયામાં આ વાયરસથી પીડિતો દર્દીઓની સંખ્યા 7 લાખથી વધુ છે. એવામાં લોકો ધણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.

આ વચ્ચે ઈંગલેન્ડના એક કપલે કંઇક એવું કર્યું કે જેનાથી સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ કપલે એકબીજાને રિંગ પહેરાવી છે. પરંતુ આ રિંગમાં કંઇક એવું છે જેનાથી આ સમગ્ર મામલો દુનિયાની નજરમાં આવ્યો છે.

ઈંગ્લેન્ડમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના કારણે લગ્ન કરવાની તે જગ્યા બંધ કરવામાં આવી હતી. જેનાથી આ કપલ (એડમ વુડ્સ અને લારા એક્ટન)એ બુક કરાવી હતી. પરંતુ આ કપલે હાર ના સ્વિકારી અને એક બીજાના ઓનિયનથી બનેલી રિંગ પહેરાવી હતી.

આ કપલ બર્ગર કિંગના એક આઉટલેટ પર ગયા અને કેટલીક ઓનિયન રિંગ્સ (ખાવાની ડીશ) ઓર્ડર કરી હતી. આ ઓનિયન રિંગ્સ એકદમ ગોળ હોય છે. ત્યારબાદ એડમે તેની પ્રેમિકા લારાને ઓનિયન રિંગ પહેરાવવાનો નિર્ણય કર્યો. એડમ તેની કાર પાસે આવ્યો અને તેની પ્રેમિકાને કહ્યું કે, શું આપણે બંને એકબીજાને રિંગ પહેરાવી શકીએ છીએ...

તમને જણાવી દઇએ કે, કોરોના વાયરસના કારણે દરેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. યૂકેમાં 17 હજારથી વધારે લોકો કોરોનાથી પીડિત છે અને અહીં અત્યાર સુધીમાં 1 હજારથી વધારે લોકોના મોત થઇ ગયા છે. યૂકેના પીએમ બોરિસ જોનસન પણ કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળી રહ્યું છે.

(4:24 pm IST)
  • દક્ષિણ દિલ્હીના નિઝામુદીનના તબલીગી જમાતથી દેશભરમાં પ્રસર્યો કોરોના : છેલ્લા 24 કલાકમાં 227 નવા કેસ નોંધાયા :રાજધાની દિલ્હીમાં રવિવારે છ અને આજે 18 પોઝિટિવ કેસ વધ્યા :માર્કંજમાં સામેલ થવા આવેલ 100થી વધુ લોકો વિદેશી હતા : બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, મલેશિયા, સાઉદી અરેબિયા ,ઈંગ્લેંડ અને ચીનથી સામેલ થયા હતા access_time 1:10 am IST

  • વિશ્વના સૌથી વધુ કોરોના ગ્રસ્ત દેશોની યાદીમાં અમેરિકા ટોચે : આજ દિન સુધીના વિશ્વના 5 સહુથી વધારે કોરોના મહામારીગ્રસ્ત દેશોની સૂચિમાં યુએસએ - 1,45,000થી વધુ કેસ,ઇટાલી - 1,01,000થી વધુ કેસ, સ્પેન: 85,000થી વધુ કેસ, ચાઇના - 81,000થી વધુ કેસ અને જર્મની - 63,000+ કેસ નોંધાયા છે access_time 11:21 pm IST

  • માર્ચ મહિનામાં શેરબજારમાં ભારે ઉથલપાથલ સર્જાતા રોકાણ કરનારાના ૩૩ લાખ કરોડ રૂ. ધોવાઈ ગયા access_time 4:16 pm IST