Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

Morning ને Good બનાવવી છે? તો ન કરો આ ભૂલો

દુનિયામાં લોકોની સૌથી મોટામાં મોટી સમસ્યા છે ઊંઘ સારી ન આવવી. મોટા ભાગે લોકોને ડિપ્રેશન કે તનાવ જેવી તકલીફમાં ઊંઘ ન આવવાની સમસ્યા રહે છે. પુરતી ઊંઘ ન આવવા પાછળ તમારી રૂટીન લાઈફ પણ જવાબદાર છે. તમારે સવારે શું-શું ન ખાવું તેઅહિ દર્શાવવામાં આવ્યું છે.

મસાલેદાર ભોજન

સવાર સવારમાં ખુબ ચટપટી વસ્તુઓ ન ખાવી જોઈએ. અને જો એમાં પણ ભોજન વધારે સ્પાઈસી (તીખું)  હોય તો સવારમાં એસીડીટી અને પેટમાં બળતરા જેવી સમસ્યા થવા લાગે છે અને તમારો આખો દિવસ ખરાબ થાય છે. ઉપરાંત રાત્રે પણ એવું જ ભોજન લેવું જોઈએ જે સવાર પડતાની સાથે જ બરાબર ડાઈજેસ્ટ થઈ જાય. અથવા રાત્રે ભોજન લીધા બાદ તરત ન સુવું અને એકાદ કલાક સુધી વોક કરવું.

આલ્કોહોલનું સેવન

સવાર સવારમાં આલ્કોહોલની હેબીટ તો સહેજ પણ સારી ન કહેવાય. જો તમે રાત્રે આલ્કોહોલ પીતા હોય તો સુતા પહેલા એક કલાક બહાર ફરી આવવું કે પછી વોક કરવું. સવારમાં આલ્કોહોલનું સેવન કરવાથી તેની સીધી અસર તમારા મગજ પર થાય છે.

ટી-કોફીની જગ્યાએ જ્યૂસ

સવારે ટી, કોફી જેવા પદાર્થોની જગ્યાએ જ્યૂસ પીવાનું રાખો. કારણકે ફળોના જ્યૂસ વિટામીનથી ભરપૂર હોય છે. સવારે ફ્રુટ ખાવાથી તમારૂ મગજ એકટીવ થાય છે અને તમને સારૂ ફિલ થશે.

સ્મોકિંગ

સવારમાં સ્મોકિંગ કરવાની ઘણા લોકોને હેબિટ હોય છે. બધા લોકો જાણે છે કે આલ્કોહોલ અને સ્મોકિંગ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. આ આદતને છોડાવે પણ નથી છુટતી. સવારે સ્મોેકિંગ કરવાથી  કેન્સરનું જોખમ વધી જાય છે.

સવારનો ગુસ્સો ખતરનાક

ક્રોધને ઈન્સાનનો સૌથી મોટો શત્રુ માનવામાં આવે છે અને એમાં પણ સવારનો ગુસ્સો તો ભયંકર છે. સવારે ગુસ્સામાં કરેલ કામ સહેજ પણ સકસેસ નથી થતું. આનાથી તમારો આખો દિવસ ખરાબ થાય છે. તેથી પોતાના સ્વાભાવને થોડો કંટ્રોલમાં રાખી ગુસ્સો કરવાનું ધીમે-ધીમે ટાળવું. ક્રોધને કાબુમાં રાખવા માટે સવારે યોગાનો સહારો લઈ શકો છો.

(11:40 am IST)