Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

મુસાફરી દરમિયાન બેચેની અને ટેન્શનમાંથી મુકિત મેળવવા કરો આ ઉપાયો

આયુર્વેદ પ્રમાણે આપણા શરીરમાં ૩ દોષ હોય છે. વાત, પિત્ત અને કફ આપણી આજુબાજુના વાતાવરણથી 'વાત' ઉપર અસર પડી શકે છે. આજ કારણે આપણે મુસાફરી કરીએ એ દરમિયાન સાંધાના દુખાવા, ઊંધ ન આવવી, કબજિયાત, બેચેની જેવી અસર અનુભવીએ છીએ.

આથી આજે અમે એવી કેટલીક આયુર્વેદિક ટીપ્સ લાવ્યા છીએ જે તમને મુસાફરી દરમિયાન તનાવ મુકત રહેવા મદદરૂપ થશે.

 મસાજ- તલના તેલથી કરેલો થોડો મસાજ તમને તનાવમુકત બનાવી દેશે. મસાજ પછી શરીર ઉપર રહેલા તેલને કપડાંની મદદથી નીકાળી દો. અને એ પછી નાહિ લો.

 ઠંડા પાણીથી મોઢું સાફ કરો- દર એક કલાકે ઠંડા પાણીની છાટ મોઢા ઉપર મારવાથી એકદમ ફ્રેશ ફિલ થાય છે જે તનાવથી દૂર રહેવામાં મદદ કરે છે.

 ગુલાબજળથી મોં સાફ કરો- ગુલાબજળને રૂના કપડાં ઉપર લઈ તેને આંખો ઉપર મૂકવું થોડા સમય સુધી આવી રીતે આંખો બંધ રાખીને બેસવાથી શરીરને ખૂબ જ ઠંડક તેમજ આરામ મળે છે.

 મુસાફરી કરતી વખતે દવા લેવાનું ટાળો- મુસાફરી દરમિયાન માનસિક હાજરી ખૂબ જ જરૂરી છે આથી મુસાફરી દરમિયાન અથવા મુસાફરી પહેલાં આવી દવાઓથી દૂર રહો.

(11:39 am IST)