Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

આ બહેન જયાં જાય ત્યાં મસાલાથી ભરેલું શિયાળ સાથે લઇને ફરે છે

લંડન તા. ૩૧: એક વાર કોઇ પ્રાણીને પાળીએ એટલે એના સાથની જાણે આદત પડી જાય છે. જોકે ઇંગ્લેન્ડનાં મર્સીસાઇડ ટાઉનમાં રહેતી લીઝા ફોકસક્રોફટે મરેલું પ્રાણી પાળ્યું છે. વાત એમ છે કે તેના એક દોસ્તે કારની અડફેટે ચડીને મૃત્યુ પામેલા શિયાળને મસાલા ભરીને સાચવી રાખ્યું હતું. ટેકસીડર્મી પ્રોસેસ દ્વારા સચવાયેલું આ શિયાળ તેણે લીઝાને બે વર્ષ પહેલાં ક્રિસમસ ગિફટમાં આપ્યું છે. લીઝાને એ એટલું ગમી ગયું છે કે તેણે એનું નામ પાડયું છે બેબી જિઝસ. હવે તે ઘરની બહાર કયાંય પણ જાય ત્યારે આ મૃત શિયાળને સાથે લઇને જાય છે. છેલ્લાં બે વર્ષથી તેણે આ શિરસ્તો જાળવી રાખ્યો છે. જે રેસ્ટોરાંમાં તેને આ  શિયાળ સાથે લઇ આવવાની પરવાનગી નથી મળતી ત્યાં તેણે જવાનું જ બંધ કરી દીધું છે. તેણે બેબી જિઝસ માટે ડિઝાઇનર કપડાં બનાવડાવ્યાં છે અને તે રોજ અવનવાં કપડાં પહેરાવીને એને સજાવે છે. જયાં પણ જાય ત્યાં આ સ્ટફડ શિયાળ સાથે તે જાતજાતની તસવીરો પડાવે છે અને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે.

(3:34 pm IST)