Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ચેસમાં પુરૂષોને હરાવી દે છે મહિલાઓ

નવી દિલ્હી તા. ૩૧: મહિલા અને પુરૂષો સામસામે ચેસ રમે તો પુરૂષોને હારવાનો વારો આવે છે એમ 'સાઇકોલોજિકલ સાયન્સ'માં પ્રકાશિત એક સ્ટડીમાં જાણવા મળ્યું છે. આશરે ૧,૬૦,૦૦૦ વરિષ્ઠ ચેસ પ્લેયર્સ અને પ૦ લાખ મેચોનો અભ્યાસ કર્યા બાદ આ તારણ કાઢવામાં આવ્યું છે. મહિલા જયારે ચેસ રમવા ઊતરે છે ત્યારે તે પુરૂષોની સરખામણીમાં વામણી છે એવું કદી ફીલ નથી કરતી અને એથી તેમનો સકસેસ રેટ વધારે હોય છે. તેમનામાં પુરૂષોને હરાવી દેવાનો કોન્ફિડન્સ આપોઆપ આવી જાય છે.

(4:01 pm IST)