Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

આઇફોન સ્લો થઇ જવા બદલ એપલ કંપનીએ માફી માગી, સસ્તા ભાવે બેટરી રિપ્લેસ કરી આપશે

ટેકનોલોજી જાયન્ટ એપલ કંપનીએ જૂની બેટરીને કારણે આઇફોન સ્લોડાઉન થવા બદલ ગ્રાહકોની માફી માંગી હતી અને બેટરી રિપ્લેસમેન્ટની પ્રાઇસ ઘટાડીને ર૯ અમેરિકન ડોલર (અંદાજે ૧૮પ૩ રૂપિયા) કરી છે. એ નિર્ણયના અનુસંધાનમાં ભારતમાં આઇફોન ૬ની બેટરી અગાઉ ૬પ૦૦ રૂપિયામાં બદલાતી હતી એ હવે ર૦૦૦ રૂપિયા (પ્લસ ટેકિસસ)ની કિંમતે બદલી આપવામાં આવશે. કંપની આઇફોનની બેટરીને વધારે સક્ષમ બનાવવા માટે સોફટવેર પણ અપડેટ કરી આપશે.

 

(3:45 pm IST)