Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

આને કહેવાય કાયદો

પ્રાઇમરી સ્કૂલ પાસે માત્ર ૩૦ સેકન્ડ કાર રોકવાથી ૭૦૦૦ રૂપિયાનો દંડ

લંડન, તા.૩૦: બ્રિટનની ચાર બાળકોની માતાને પ્રાઇમરી સ્કૂલની બહાર માત્ર ૩૦ સેકન્ડ કાર રોકવા બદલ ૭૦ પાઉન્ડ (લગભગ ૭૦૦૦ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

કેટી પેન્ડર-એકલેસ્ટને કહ્યું હતું કે હું મારાં બાળકોને જિમ કલાસમાં મૂકવા જઈ રહી હતી એ વખતે પ્રાઇમરી સ્કૂલની સામે ઝિગ-ઝેગ લાઇન પાસે અન્ય કારને પસાર થવા દેવા માટે માત્ર થોડી સેકન્ડ માટે કાર અટકાવી હતી.

જોકે ટ્રાફિક અધિકારીઓએ તેને પોસ્ટમાં ૭૦ પાઉન્ડનો દંડ ફટકારતો મેમો મોકલી આપ્યો હતો. સાંકડી શેરીમાં બે કાર પસાર થઈ ગયા પછી એક કારને પસાર થવા દેવા માટે માત્ર ૩૦ સેકન્ડ કાર રોકવામાં આવી હતી. જોકે ટ્રાફિક-પોલીસે મોકલાવેલા વિડિયોમાં મહિલાની કાર ઝીબ્રા ક્રાઙ્ખસિંગથી થોડી આગળ જઈને ઊભી હતી.

ટ્રાફિક-પોલીસ તરફથી વિડિયો-ફુટેજ મળ્યા બાદ કેટી પેન્ડર-એકલેસ્ટના પતિએ એને પડકારતી અપીલ ફાઇલ કરી હતી. તેણે કહ્યું હતું કે 'કાર એ જગ્યાએ પાર્ક નહોતી કરાઈ. કારની અંદરથી કોઈ બહાર નીકળ્યું જ નહોતું. મારી પત્ની કેટી પેન્ડર માત્ર ૧૫થી ૨૦ સેકન્ડ માટે જ આ સ્થળે રોકાઈ હતી.'

(3:37 pm IST)