Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

અરેરે ! ખરેખર આવી ગયો છે કળિયુગ

પતિ છે પ્લમ્બર અને પત્ની ભાગે છે પાણીથી દૂર

ઇંગ્લેન્ડમાં એક એવી સ્ત્રી છે જેને નહાવું બિલકુલ ગમતું નથી

લંડન તા. ૩૦ : શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો ગરમ પાણીથી સ્નાન કરવાનું પસંદ કરે છે પરંતુ, કેટલાક લોકો ઠંડીના કારણે નહાવાના નામથી પણ દૂર ભાગી જાય છે. જોકે આવા લોકો એક-બે દિવસના ગેપમાં સ્નાન કરે છે. જો હકીકતમા જોવા જઈએ તો સ્વચ્છતા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ના થવું જોઈએ પરંતુ, ઈંગ્લેન્ડમાં એક એવી સ્ત્રી છે જેને નહાવું બિલકુલ ગમતું નથી. આ  સ્ત્રીને અઠવાડિયામાં એક જ વાર સ્નાન કરવું ગમે છે. નાહવાનું નામ સાંભળીને જ તેને ચીડ ચડી જાય છે.

ભલે ગમે તેટલી ઠંડી હોય પણ દરેક ઘરના બાળકોને સ્નાન કરવું કેટલું મહત્ત્વનું છે? તે દરેક ઘરમાં શિક્ષણ આપવામાં આવે છે અને વાસ્તવમાં દરરોજ સ્નાન કરવાના અનેક ફાયદા છે. હાલ આપણે જે  સ્ત્રીની વાત કરી રહ્યા છીએ તે છે ઇંગ્લેન્ડના ડોરસેન્ટની નિવાસી નૈટલી કિંગ, જેને નહાવું બિલકુલ ગમતું નથી. તમને જાણીને નવાઈ લાગશે કે નૈટલી વ્યવસાયે શિક્ષિકા છે તેમછતાં તે સ્વચ્છતાની અવગણના કરી રહી છે. તેનો પતિ જેમી પ્લમ્બર છે. તેમ છતાં, નતાલી પાણીથી ઘણી દૂર ભાગી જાય છે.

અહેવાલ પરથી મળતી માહિતી મુજબ આ મહિલા અઠવાડિયામાં એક જ વાર સ્નાન કરે છે અને તે અઠવાડિયામાં માત્ર એક જ વાર ડિઓડરન્ટનો ઉપયોગ કરે છે. કલ્પના કરો કે, કોઈ વ્યકિતએ અઠવાડિયા સુધી સ્નાન ના કર્યુ હોય તો તેના શરીરમાંથી કેવી ગંધ આવતી હશે? પરંતુ, લોકો તેમના વિશે શું વિચારશે તેની નૈટલીને કોઈ પરવા જ નથી.

નૈટલીએ જણાવ્યું કે, તેના પતિ જેમીએ તેના માટે એક સુંદર બાથરૂમ ડિઝાઇન કર્યું છે પરંતુ, તેને સ્નાન કરવું બિલકુલ ગમતું નથી. તેણીના મતે માનવ શરીર પોતાની જાતે જ સાફ થતું હોય છે માટે તેને દરરોજ સાફ કરવાની જરૂર નથી. આ પાછળ દલીલ કરતાં મહિલા કહે છે કે, જયારે તે નાની હતી ત્યારે તેની માતા ગરીબીને કારણે એક જ વાર તેને નવડાવતી હતી. ત્યારથી તેને અઠવાડિયે એકવાર સ્નાન કરવાની ટેવ પડી ગઈ છે. નતાલીની દલીલ સમજી ન શકાય તેવી છે કારણકે, વ્યકિત ગમે તેટલી ગરીબ હોય પણ તે સ્નાન તો કરે જ છે.

આ મહિલાનું કહેવું છે કે દુર્ગંધ ન આવે તે માટે તે પોતાના કપડામાં પરફયુમ છાંટે છે. તે તેની બગલ સાફ કરવા માટે કોટનનો પણ ઉપયોગ કરે છે. અહીં રસપ્રદ વાત એ છે કે, મહિલાનો પતિ પણ દરરોજ તેને સ્નાન કરવા માટે દબાણ કરતો નથી. જોકે કયારેક મજાકમાં કહે છે કે, નૈટલીની આ આદતના કારણે તેમને સાબુના ખર્ચમાં ઘણી બચત થાય છે.

(12:31 pm IST)