Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

કોરોના મહામારી વચ્ચે ચીનના અર્થતંત્રને મળી થોડાક અંશે સફળતા

નવી દિલ્હી: ચીનનું અર્થતંત્ર કોરોના મહામારી અને લોકડાઉનના ફટકાથી બેઠુ કરવાની કોશિશ કરી રહ્યુ છે અને તેમાં કંઇક અંશે સફળતા પણ મળી રહી છે. આજે ચીનની સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ તેના ઔદ્યોગિક ક્ષેત્રે નવેમ્બર મહિનામાં ત્રણ વર્ષની સૌથી મોટી વૃદ્ધિ જોવા મળી છે, સાથે-સાથે સર્વિસ સેક્ટરનો ગ્રોથ રેટ પણ ઉંચા વર્ષોના ઉંચા સ્તરે પહોંચી ગયો છે.

             ચાઇના ફેડરેશન ઓફ લોજિસ્ટિક્સ એન્ડ પર્ચેસિંગના એનાલિસ્ટ ઝેંગ લિકુને જણાવ્યુ કે, પેટા-સૂચકાંકોમાં વ્યાપક આધારિત સુધારાઓ સાથે નવેમ્બરના મેન્યુફેક્ચરિંગ PMI ડેટા ઔદ્યોગિક ક્ષેત્રે રિકવરીની ગતિની ખાતરી દર્શાવે છે. ઉપરાંત પરિણામોએ દર્શાવ્યુ છે કે, અપરતી માંગ એ કંપનીઓ દ્વારા સામનો કરવામાં આવી રહેલ એક મુખ્ય સમસ્યા છે. ઘરેલુ માંગને વધારવાના લક્ષ્‍યમાં આપણે નીતિ સમર્થનને સમજબૂત બનાવવાની જરૂર છે.

(5:30 pm IST)
  • શ્રીલંકાની રાજધાની કોલંબો નજીક આવેલી જેલમાં પુરાયેલા 175 કેદીઓ પૈકી 19 કોરોનાથી સંક્રમિત : જેલનો દરવાજો ખોલી નાખી કેદીઓએ ભાગવાની કોશિષ કરી : રસોડામાં અને રેકર્ડ રૂમમાં આગ લગાડી દીધી : જેલ અધિકારીઓ સાથે ઝપાઝપી દરમિયાન 8 કેદીઓના મૃત્યુ : જેલ અધિકારી સહીત 37 ઈજાગ્રસ્ત access_time 7:24 pm IST

  • આજે ગુરૂનાનક જયંતિઃ કોરોના સંક્રમણ ધ્યાને લઇ જાહેર ઉજવણી બંધ : ઘેર ઘેર દીપ પ્રાગટય કરાશે : પ્રસાદ ફુડ પેકેટરૂપે અપાશે : શીખ અને સિંધી સમાજના હૈયે છવાતો ઉમંગ : ગુરૂદ્વારાઓમાં થશે સિમિત સંખ્યામાં પુજા અર્ચના : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પણ દિપાંજલીનું આયોજન : રાજકોટના સદર બજાર ગુરૂદ્વારામાં સાદગીપૂર્ણ થશે ઉજવણી access_time 11:25 am IST

  • સામાજિક કાર્યકર સ્વ.બાબા આમ્ટેની પુત્રી ડો.શીતલ આમ્ટે એ આત્મહત્યા કરી : આનંદવન ખાતેના નિવાસ સ્થાને ઝેરનું ઇન્જેક્શન લઇ જીવન ટૂંકાવી લીધું access_time 6:53 pm IST