Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

અફઘાનિસ્તાનમાં બોંબ ધમાકામાં એકનું મૃત્યુ: 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના દક્ષિણી હેલમંદ પ્રાંતમાં શનિવારના રોજ એક પોલીસ વાનને નિશાન બનાવીને કરવામાં આવેલ એક વિસ્ફોટમાં એક પોલીસકર્મીનું મૃત્યુ નીપજ્યું છે તેમજ અન્ય ત્રણને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

               પ્રાંતીય સરકારદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ધમાકો હેલમંદ પ્રાંતના નવા બરાક જાયી જિલ્લામાં થયો હતો આતંકવાદીઓએ પોલીસ વાનને નિશાન બનાવીને બારુદી સુરંગની મદદથી આ વિસ્ફોટ કર્યો હતો.આ ધમાકામાં એક કમાંડરનું  મૃત્યુ નીપજ્યું હતું જયારે બે પોલીસ કર્મીને ઇજા પહોંચી છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:56 pm IST)