Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

વૈજ્ઞાનિકોએ લેબમાં તૈયાર કર્યા કાર્બન ડાયોક્સાઇડને ખાનાર બેક્ટેરિયા

નવી દિલ્હી: શોધકર્તાઓએ લેબમાં એક નવા બેક્ટેરિયાની તૈયાર કર્યા છે આ બેક્ટેરિયા ઉર્જા માટે કોમ્પ્લેક્સ ઓર્ગેનિક કંપાઉન્ડની જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડને પચાવવામાં સક્ષમ છે.તેના વિકાસમાં આવનાર સમયમાં પ્રોજેક્ટની રાહ ખોલી શકે છે જેમાં બેક્ટેરિયાના ઉપયોગથી પર્યાવરણ માટે ખતરનાક ગ્રીનહાઉસ ગેસનું સ્તર ઓછું થઇ શકે છે.

     ઇઝરાયલના વીજમાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના શોધકર્તાઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ધરતી પર મળી આવનાર સૂક્ષ્મ જીવોની બે શ્રેણીઓ છે એક છે ઓટરોટોફ્સ જે કાર્બનડાયોક્સાઇડને બાયોમોસમાં ફેરવી દેશે જયારે બીજું છે હેટેરોટ્રોફ્સ ઓર્ગેનિક કંપાઉન્ડનું સેવન કરે છે.

(5:55 pm IST)