Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

અમેરિકામાં મૈસુરના શખ્સની ગોળીમારીને હત્યા થતા અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી: અમેરિકામાં કોમ્પ્યુટર વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહેલ મૈસુરના એક શખ્સની અજાણ્યા શખ્સોએ ગોળીમારીને હત્યા કરી દેતા અરેરાટી મચી જવા પામી છે. પરિવારના સભ્યોએ શનિવારના રોજ આ વાતની જાણકારી આપી છે 25 વર્ષીય આ શખ્સના ભાઈએ જણાવ્યું હતું કે અભિષેક સુદેશ ભટ્ટ કેલિફોર્નિયામાં એક જગ્યાએ કામ કરી રહ્યો હતો ત્યાં ગુરુવારના રોજ ગોળીમારીને તેમની હત્યા કરવામાં આવી છે.

                આ 25 વર્ષીય યુવક સાઈન બર્નાડીનોમા કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સીટીમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો હતો. આ ઘટના ગુરુવારના રોજ સવારના 11.30 વાગ્યાની આસપાસ બની હોવાનું માલુમ પડી રહ્યું છે. 

(5:49 pm IST)