Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

પૃથ્વીના 15 હજાર પ્રકાશવર્ષના અંતરે મળી આવ્યો બ્લેક હોલ: સૂર્ય કરતા છે 70 ગણા કદનો

નવી દિલ્હી: બ્રહ્માંડમાંથી એક પછી એક નવાં સરપ્રાઈઝ બહાર આવતા રહે છે અને દર વખતે વિજ્ઞાાનીઓને તેમના અજ્ઞાાનનો અહેસાસ કરાવતા રહે છે. ચીની સંશોધકોને તાજેતરમાં એક એવો બ્લેક હોલ હાથ લાગ્યો છે, જે આપણા સુર્ય કરતાં 70 ગણા કદનો છે. સામાન્ય રીતે આવડો મોટો બ્લેક બોલ શક્ય નથી હોતો. એટલે આ સંશોધને વિજ્ઞાાનીઓની કલ્પનાના સીમાડા વટાવી દીધા છે. અત્યાર સુધીના અભ્યાસને આધારે મોટામાં મોટો બ્લેક બોલ કેવડો હોઈ શકે તેનો અંદાજ લગાવાયો હતો. એ અંદાજ કરતા આ બ્લેક હોલ બમણા કદનો છે. અત્યાર સુધી એવુ મનાતુ હતુ કે આવડો મોટો બ્લેક હોલ શક્ય જ નથી.


                  બ્લેક હોલ એ બ્રહ્માંડનો એક એવો ભાગ છે, જે જોઈ શકાતો નથી. તેમાં જતો પ્રકાશ પણ બહાર ન આવી શકે કે રિફ્લેક્ટ ન થઈ શકે એવુ શક્તિશાળી તેનું ગુરૂત્વાકર્ષણ છે. બ્લેક હોલની હાજરી તેના ગુરૂત્વાકર્ષણને આધારે જ જણાતી હોય છે. કદાવર તારો જ્યારે મૃત્યુ પામે ત્યારે એ બ્લેક હોલમાં ફેરવાતો હોય છે. ચીનના વિજ્ઞાાનીઓ નેશનલ એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી દ્વારા બ્રહ્માંડનો અભ્યાસ કરતા હતા ત્યારે તેમને આ બ્લેક હોલનો પત્તો લાગ્યો હતો.

(5:48 pm IST)