Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

જજે કહેલ કે ઉસ્માન એક ખતરનાક જેહાદી છે તેને છોડવો હિતાવહ નથી

લંડનમાં આતંકી હુમલો કરનાર કેટલાક વર્ષો પાકિસ્તાનમાં રહી આવ્યો હતો

લંડન બ્રિજ વિસ્તારમાં ગઇરાત્રે ચાકુ હલાવી બેની હત્યા કરનાર અને કેટલાકને છુરી ઝીંકી ગંભીર ઇજા કરનાર આતંકવાદીની ઓળખ ઉસ્માન ખાન તરીકે થઇ છે. પોલીસે તેને ફુંકી મારેલ. આ ઉસ્માનના તાર પાકિસ્તાન સુધી લંબાયેલા હોવાનું અને કેટલાક સમય પાકિસ્તાન રહી આવેલ. ગયા વર્ષે જ બ્રિટનની એક જેલમાંથી છુટયો હતો. અલ-કાયદાની વિચાર ધારાથી પ્રેરીત ઉસ્માન ખાનને લંડન સ્ટોક એકસચેન્જ ઉપર બોંબ ઝીંકવાના ગુન્હામાં ૨૦૧૨માં ૧૬ વર્ષની જેલ થયેલ. કિશોરવસ્થામાં તે પાકિસ્તાન રહેલ.

ધ ટેલીગ્રાફ નોંધે છે કે ૨૦૧૨માં ઉસ્માનને સજા ફટકારી ત્યારે જજે તેને ગંભીર જેહાદી દર્શાવી, છોડવો નહિ તેવુ દર્શાવેલ. તેને છોડવાથી ૨ ઉપર જોખમ હતુ. જેલ બહાર આવેલ ઉસ્માને રની હત્યા કરી અને ૩ને ઘાયલ કરેલ છે. જો કે સ્કોટલેન્ડ પોલીસે તેને સ્થળ પર જ ફુંકી મારેલ.

(3:40 pm IST)