Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

હવે ઓડી કંપનીની ટેક્ષી આકાશમાં ઉડવા તૈયાર: પ્રોટોટાઇપ મૉડલ પૉપઅપ નેક્સ્ટનું ટેસ્ટિંગ પૂર્ણ

નવી દિલ્હી :લગ્ઝરી કાર નિર્માતા કંપની ઑડીએ પોતાની ફ્લાઈંગ ટેક્સીને એમસ્ટરડમમાં યોજાયેલ એક ઈવેન્ટમાં રજૂ કરી છે. આ ઈવેન્ટને ખાસ કરીને ભવિષ્યમાં થનારી મોબિલિટીની ઝલક દેખાય છે. ઑડી કંપનીએ આ પ્રોટોટાઇપ મૉડલનું ટેસ્ટિંગ હાલમાં જ પૂર્ણ કર્યુ છે, જેને પૉપઅપ નેક્સ્ટનું નામ આપવામાં આવ્યું છે.

  જોકે, આ પૉપઅપ નેક્સ્ટનું એક નાનું મૉડલ બનાવવામાં આવ્યું છે, જેને ડ્રોન વીકમાં લોકોને બતાવવામાં આવ્યું છે. આ કેપ્સુલ કાર સાથે કનેક્ટ થઈ જશે અને લોકો ઇમરજન્સીના સમયે કારની સાથે ઉડાન ભરી શકશે. ઇવેન્ટમાં કંપની દ્વારા ડેમો પણ આપવામાં આવ્યો હતો.

 

(8:44 pm IST)