Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ફોર્બ્સે અમેરીકાની ટોપ-૫૦ મહિલા એકઝીકયુટીવની યાદી જાહેર કરીઃ ભારતીય મુળની ૪ મહિલાઓનો સમાવેશ

પદ્મશ્રી વોરીયર, કોમલ મંગતાની, નેહા નરખેડે અને કામાક્ષી શિવરામકૃષ્ણનને સ્થાન મળ્યું

 ન્યુયોર્કઃ ફોર્બ્સેએ અમેરીકી ટેકનોલોજી કંપનીઓની ટોપ-૫૦ મહિલા અધિકારીઓની યાદી જાહેર કરી છે. જેમાં ભારતીય મુળની ૪ મહિલાઓનો પણ સમાવેશ કરાયો છે. જેમાં સિસ્કોના પુર્વ ચીફ ટેકનોલોજી ઓફિસર પદ્મશ્રી વોરીયર, ઉબરના સીનીયર ડાયરેકટર કોમલ મંગતાની, કોન્ફલુઅંટના ચીફ ટેકનોલોજી ઓફિસર અને કો-ફાઉન્ડર નેહા નરખેડે અને આઇડેન્ટીટી મેનેજમેન્ટ કંપની ડ્રોબ્રીજના કામાક્ષી શિવરામકૃષ્ણનને સ્થાન અપાયું છે.

(4:20 pm IST)