Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

મોટા ભાગની મહિલાઓ લગ્ન બાદ વધેલા વજનથી હેરાન

મોટા ભાગની મહિલાઓનો વજન લગ્ન બાદ વધી જાય છે. જે મહિલાઓ પોતાનો વધેલો વજન ઉતારવા ઈચ્છે છે તેને કંઈ પણ ખાતા પહેલા પોતાના વજન વિશે જરૂર વિચારવુ જોઈએ. ગમે તે ખાઈ લેવુ એ તમારા માટે ભારે પડી શકે છે. તેથી જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો, તો ઓછો ખોરાક લો અને પર્યાપ્ત માત્રામાં વ્યાયામ કરો. ઉપરાંત એવી વસ્તુઓ ન ખાવી જોઈએ, જેનાથી વજન વધે.

અપૂરતી ઉંઘ : વજન વધવામાં અપૂરતી ઉંઘ એ એક ખૂબ જ મોટુ કારણ છે. તેનાથી શરીરના ભૂખ સંબંધી હાર્મોન્સ લેપ્ટિન તથા ઘેરેલિન પ્રભાવિત થાય છે. જેનાથી તમારી ભૂખ અનિયંત્રીત થઈ જાય છે અને વજન વધે છે. તેથી વજનને સંતુલિત રાખવા માટે પર્યાપ્ત માત્રામાં ઉંઘ લેવી જોઈએ.

વધારે ખાંડનું સેવન : ખાંડથી મોટાપો વધે છે. જો તમે ચામાં વધારે ખાંડ નાખો છો, અથવા તો એવી વસ્તુઓનું સેવન કરો છો, જેમાં ખાંડ, શર્કરા, ગ્લુકોઝ, મેલ્ટોઝ તથા ફળોનો રસ હોય, તો આ વસ્તુઓથી દૂર રહેવુ જોઈએ. આ વસ્તુઓથી તમારૂ વજન વધી શકે છે.

કેલેરીને વધારે મહત્વ આપવુ : જો તમે ડાયટીંય કરી રહ્યા છો અથવા વજન ઓછો કરવા માટે પોષક આહાર છોડી માત્ર કેલેરી પર જ ધ્યાન આપી રહ્યા છો, તો તેનાથી તમને ફાયદો નહિં થાય. કેલેરીની સાથે અન્ય પોષક તત્વો પણ શરીર માટે ખૂબ જ જરૂરી છે.

હોર્મોન્સની સમસ્યા : હોર્મોન્સની સ્થિતીમાં ફેરફાર થવાના કારણે હાઈપોથાયરાયડિઝમ પીસીઓડી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેનાથી ખૂબ જ તેજીથી વજન વધી શકે છે. તેથી આવુ થતા ડૉકટરની સલાહ લેવી જોઈએ. આવી સમસ્યા થતા તમારા આહારમાં પ્રોટીનની માત્રાને ઓછી કરવી જોઈએ અને તળેલી વસ્તુઓ ઓછી ખાવી જોઈએ. કારણ કે તેમાં ફેટ હોય છે. જેનાથી ચરબી વધે છે.

(9:21 am IST)