Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

૧૪ નવેમ્બરના મિશન માટે તૈયાર છે અમેરિકાનું સ્પેસએકસ

વોશીંગ્ટનઃ આવતા મહીનાની ૧૪ તારીખે યુએસ સ્પેસ ફોર્સના એક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇ એસ એસ) મિશન માટે સ્પેસ એકસની પ્રસ્તાવિત  ઉડાન માટેના રોકેટના બે એન્જીનો હવે બદલવામાં આવી રહયા છે. આ પહેલા સ્પેસ એકસને ઓકટોબરની શરૂઆતમાં છેલ્લી ઘડીએ કેટલાક વાલ્વ બંધ થઇ જવાના કારણે ફાલ્કન ૯ રોકેટનું ઉડ્ડયન રદ કરવુ  પડયું હતું. ઉડ્ડયન રદ થવાના લીધે સ્પેસ એકસે પોતાના રોકેટના ટોટલ જથ્થાની તપાસ કરવી પડી અને ફાલ્કન ૯ જેવી જ સમસ્યા એ રોકેટના બે એન્જીનોમાં પણ જોવા મળી હતી. જેના દ્વારા નાસાના ત્રણ અને એક જાપાની અવકાશયાત્રી ૧૪ નવેમ્બરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જવા રવાના થશે. નાસાએ સ્પેસ એકસના અધિકારીઓ પર સંપુર્ણ વિશ્વાસ દાખવતા કહયું કે રોકેટ સંપુર્ણપણે સુરક્ષીત હશે ત્યારે જ તેઓ ઉડ્ડયનને લીલી ઝંડી આપશે.

(12:52 pm IST)