Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

તજના નિયમીત સેવનથી શરીરમાં રહે છે ઠંડક

ભારતીય ખાણીપીણીમાં તજનો ઉપયોગ ખૂબ જ કરવામાં આવે છે. દાળનો સ્વાદ તજના વઘાર વગર અધુરો જ છે. ઉપરાંત બિરીયાની, મસાલેદાર શાક, વગેરેમાં પણ તજનો ઉપયોગ કરવામાં આવે છે.

નિષ્ણાંતોએ જણાવ્યું કે, તજના નિયમીત સેવનથી શરીરને બે ડીગ્રી સેલ્સિયસ સુધી ઠંડુ રાખી શકાય છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય ઉપર પણ તેની સારી અસર પડે છે.

શોધકર્તાઓએ તેનું પરિક્ષણ પણ કર્યું છે. સામાન્ય તાપમાન પર ભોજન કરવાની સ્થિતીમાં કાર્બન ડાઈ-ઓકસાઈડની માત્રામાં વૃદ્ધિ નોંધવામાં આવી. ઉપરાંત તેજ ગતિએ શ્વાસ લેવાની વાત પણ સામે આવી. ભોજનમાં તજ સામેલ કર્યા બાદ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો નોંધવામાં આવ્યો. આ ઉપરાંત શ્વાસની ગતિ પણ સંતુલિત જોવા મળી. શરીરનું તાપમાન વધવાથી કેટલાય પ્રકારની બિમારીઓ થવાની આશંકા રહે છે.

(11:28 am IST)