Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

પાકિસ્તાનમાં ઉતરી મરદાન શહેરમાં થયેલ વિસ્ફોટમાં ચાર લોકોના મૃત્યુ: 12થી વધુ ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:પાકિસ્તાનના ઉતરી મરદાન શહેરમાં થયેલ એક વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અંદાજે 12 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ વિસ્ફોટ મરદાન શહેરના એક રહેણાંક વિસ્તારમાં થયો હતો પોલીસના કહેવા મુજબ આ વિસ્ફોટ સંભવિત ગેસ પાઇપ લાઈમાં થયેલ ધમાકાના કારણોસર થયો હોવાનું માલુમ પડી રહ્યું છે પરંતુ હજુ સુધી વાસ્તવિક કારણ જાણવામાં આવી રહ્યું નથી.

(5:40 pm IST)