Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ઈટાલીના મિલાન નજીક આવેલ ગામમાં લોકોએ બનાવ્યો કૃત્રિમ સૂર્ય

નવી દિલ્હી: ઇટાલીના મિલાન પાસે આવેલા વિંગલ્લે નામના ગામમાં સૂર્ય ઉગતો કે આથમતો ન હોવાથી અંધારામાં જીવવું પડે છે. હકિકત એવી છે કે જંગલો અને પહાડોની વચ્ચે રહેતા આ ગામમાં સૂરજના કિરણો પહોંચતા નથી. આવી સ્થિતિમાં ગામ લોકોએ પોતાનો સૂરજ બનાવ્યો છે. નવાઇની વાત તો એ છે આ ગામમાં મૂળ સૂરજ નહી પરંતુ લોકોએ અરિસામાંથી તૈયાર કરેલા સૂર્ય પ્રકાશથી ચલાવે છે. વિંગલ્લે ગામ મિલાનના ઉત્તર ભાગમાં ૧૩૦ કિમી નીચે વસેલું છે.ચોતરફના પહાડો સૂર્યને એવી રીતે કવર કરી લે છે કે આખો દિવસ સૂરજના કિરણોથી વંચિત રહેવું પડે છે.

            લોકો દિવસ દરમિયાન દૂર પહાડ પરથી આવતું અરિસાનું રિફલેકશન જોઇને અંજાઇ જાય છે. જાણે કે સાક્ષાત સૂરજ હોય તેવો અનુભવ થતો હોવાથી લોકોએ અપના સૂરજ એવું નામ આપ્યું છે. મિલાન વિસ્તારમાં આવતા લોકો આ ગામની વિઝિટ લેેવાનું ચૂકતા નથી.આથી લોકોની આવકમાં પણ વધારો થયો છે.એક માહિતી મુજબ પૃથ્વી પર સૂરજ ૧૪૯.૬ મિલિયન કિમીની ઉંચાઇએ ઉગે છે.તેના કિરણોને પૃથ્વી પર આવતા ૮.૧૯ મીનિટ જેટલો સમય લાગે છે. જયારે વિંગ્લ્લે ગામના લોકો માટે સૂરજ બાજુની પહાડી પરથી જ ઉગે છે. તેઓને પ્રકાશની જરુર હોય ત્યારે મેળવી શકે છે અને જરુર ના હોય ત્યારે બંધ પણ કરી શકે છે.

(5:40 pm IST)