Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

પેટ્રોલ ભરાવતી મહિલા પર અચાનક થયો હરણનો હુમલો

નવી દિલ્હી: અમેરિકાની એક મહિલા કારમાં પેટ્રોલ ભરાવી રહી હતી ત્યારે એક એવી ઘટના બની હતી જેને તે ભાગ્યેજ જિંદગીમાં ભૂલી શકે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લિંડા ટેનેટ નામની આ મહિલા પેટ્રોલ પંપ પર પોતાની કારમાં પેટ્રોલ ભરાવી રહી  હતી ત્યારે તે રસ્તા પર ઉભી હતી અને અચાનક એક હરણ ત્યાં આવી પડ્યું હતું અને મહિલા પર અચાનક પડતા તેમના માથાના ભાગે મહિલાને ઇજા પહોંચી છે.

                     આ મહિલાએ સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો શેર કર્યો છે  જેમાં દેખાઈ રહ્યું છે કે હરણ  ઉપરથી  પસાર થઇ  રહ્યું છે અને મહિલાના માથાના ભાગે ઇજા પહોંચી છે. આ ઘટના  બ્રન્સવિકમા બની હોવાનું માલુમ પડી રહ્યું છે.

(7:27 pm IST)