Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સોમાલિયામાં સંયુક્ત અભિયાનમાં 20 આતંકવાદીને ઠાર

નવી દિલ્હી: સોમાલિયાના દક્ષિણ વિસ્તારના નીચેના શબેલેમાં આફ્રિકન યુનિયન બળના સમર્થનવાળી સોમાલિયાની સેનાના એક અભિયાનમાં અલ શબાબના 20 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે. સેનાના અધિકારીઓદ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

                         વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  અવધેલ શહેરના નીચેના વિસ્તાર શબેલેથી જોડાયેલ સીમા પર  આતંકવાદીઓ છુપાયા હોવાની જાણકારી મળ્યા પછી સેનાએ તેમના પર હુમલો કર્યો હતો.આ ઘટનામાં સેનાએ આતંકવાદી  દળના વરિષ્ઠ નેતા અબશીર જીબ્રલી સહીત 20 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા છે.

(7:26 pm IST)