Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ઓએમજી....આ દેશમાં પિતા કરી શકે છે પોતાની પુત્રી સાથે લગ્ન: સંસદમાં થયું બિલ પાસ

નવી દિલ્હી: ઈરાનની સંસદમાં એક હૈરતઅંગેજ બિલ પાસ કરવામાં આવ્યું છે આ બિલને લઈને દુનિયામાં ચર્ચા ફેલાઈ ગઈ છે. આ બિલ મુજબ પિતા પોતાની પુત્રી સાથે લગ્ન કરી શકે છે પોતાની  દત્તક લીધેલ પુત્રી સાથે પિતા લગ્ન કરી શકે છે. આ બિલ તેમને એ હક આપે છે  પરંતુ તેના પર એક શર્ત પણ રાખવામાં આવી છે.

          મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ બિલ મુજબ  ઈરાનમાં કોઈ પણ શખ્સ 13 વર્ષથી વધારે વયની દત્તક લીધેલ દીકરી સાથે લગ્ન કરી શકે છે. ઈરાનમાં આ બિલ 22 સપ્ટેબરના રોજ પાસ કરવામાં આવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.   ઘણા  લોકો આ નિયમનો વિરુદ્ધ પણ કરી રહ્યા હોવાની ચર્ચા થઇ રહી છે.

(7:23 pm IST)