Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

કેનેડાઇ પૈરાગ્લાઈડરનું 20 હજાર ફૂટની ઊંચાઈ પરથી મૃત્યુ થતા અરેરાટી

નવી દિલ્હી:પૈરાગ્લાઈડીંગનો  શોખ રાખનાર એક શખ્સનું 20 હજાર ફૂટની ઊંચાઈ પરથી મૃત્યુ થયું છે આ ઘટના પૂર્વી આફ્રિકાના  તાંઝાનિયામાં પ્રસિદ્ધ પર્યટન કેન્દ્ર માઉંટ કિલીમાંજારોમાં બની છે.

                 તંજાનિયા નેશનલ પાર્કના સિનિયર આસિસ્ટન્ટ કંજર્વેશન કમિશ્નર પાશકલ સેલ્યુટેટ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કેનેડાઇ નાગરિક જસ્ટિન કાયલોનું પેરાશૂટ ન ખુલવાના કારણે તેમનું મૃત્યુ થયું છે તે માઉંટ કિલિમજારો આફ્રિકાની સૌથી ઉંચી જગ્યા પર સમુદ્રથી લગભગ  20 હજાર ફૂટની ઊંચાઈ પર હતા.

(7:21 pm IST)