Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સોશ્યલ મીડિયા પર ફોટોગ્રાફ અપલોડ કરવા જપાનમાં ભાડેથી દોસ્તો મળે છે

ટોકીયો તા.૩૦ : માણસને સંબંધો અને મિત્રો વિના ચાલતું નથી. એવામાં જો તમારી પાસે કોઇ દોસ્ત ન હોય તો સોશ્યલ મીડીયામાં પણ તમે છાકો પાડી શકતા નથી. જપાનના લોકોની એકલતા દુર કરવા માટે રિયલ અપીલ નામની એક કંપનીએ ભાડેથી દોસ્તો પુરા પાડવાની સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ માટે તમારે કંપનીની વેબસાઇટ પર મૂકેલા કેટલોગમાંથી મનપસંદગી આવે એવા દોસ્ત પસંદ કરી શકો છો, આ ફ્રેન્ડસ ફેક હોય છે જે કંપનીના કર્મચારીઓ છે તમે જે વ્યકિતની દોસ્ત તરીકે પસંદી કરો એની સાથે તમે મનગમતી જગ્યાએ જઇને ફોટો પડાવી શકો છો અને એ તસ્વીર સોશ્યલ મીડિયામાં અપલોડ પણ કરી શકો છો. અલબત્ત, આ દોસ્તો તમારી સાથે માત્ર બે કલાક સુધી જ રહેશે. એ માટે કસ્ટમરે ૮૦૦૦ યેન એટલે કે લગભગ પાંચ હજાર રૂપિયા ખર્ચવા પઙ ભાડેથી લીધેલા દોસ્તો સાથે તમે મોજમસ્તી કરતા હો એવી તસ્વીરો લઇને ફેસબુક, ટ્વિટર, સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ કે તમારા સોશ્યલ મિડીયા પ્રોફાઇલ કે સ્ટેટસમાં પણ મૂકી શકો છો. હા, જો તમે ઇચ્છતા હો કે તમેદોસ્ત સાથે અમુક ચોકકસ જગ્યાએ તસ્વીરો ખેંચાવો તો ત્યાં પહોંચવાનો અને ખાવા-પીવાનો તમામ ખર્ચ પણ તમારે જ ઉઠાવવો પડશે. રિયલ અપીલ કંપની એ ફેમિલી-રોમેન્સની સહયોગી કંપની છે જે તમારા સામાજિક ફંકશન્સમાં નકલી સગાઓ પણ પૂરાં પાડવાનું કામ કરે છ.ે

(11:43 am IST)