Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

ઓએમજી.....યુકેની આ દુલ્હને લગ્નમાં હાજર ન રહેવા બદલ મહેમાનોને 17 હજારનું બિલ મોકલી આપ્યું

નવી દિલ્હી: યુ.કે.ની દુલ્હને લગ્નમાં હાજર નહીં રહેનાર મહેમાનને 17,000 રૂપિયાનું બીલ મોકલી આપ્યું છે અને સાથે કહ્યું છે કે તમે હાજર નથી રહેવાના એવી જાણ નથી કરી એટલે જમવા સહિતની અનેક વસ્તુઓ બરબાદ થવાને કારણે આ બીલ તમારે ચુકવવું જ પડશે. એટલે બીલ મળ્યેથી ઝડપથી રૂપિયા મોકલી આપશો. આ બીલની કોપી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે અને લોકો તેની પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

ધ મિરર વેબસાઇટના રિપોર્ટ મુજબ યુ.કે.માં એક લગ્ન સમારોહ દરમ્યાન દુલ્હને પોતાના લગ્ન માટે જોરદાર તૈયારી કરી હતી. દુલ્હને બે મહેમાન દીઠ 175 પાઉન્ડ ( અંદાજે 17,000 રૂપિયા)નો ખર્ચ કરીને રિસેપ્શન ડીનર અને અન્ય ચીજવસ્તુઓની વ્યવસ્થા કરી હતી. એવામાં જે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતુ, તેમાંથી કેટલાંક મહેમાનો ગેરહાજર રહ્યા હતા એટલે દુલ્હને વેડફાઇ ગયેલા જમવાના અને અન્ય ખર્ચ સાથે 17000 રૂપિયાનું બીલ મોકલી આપ્યું હતુ. મીડિયા સાઇટ્સ REDDIT પર રિસેપ્શન પાર્ટી એટેન્ડ નહીં કરનાર ગેસ્ટને દુલ્હન દ્રારા મોકલવામાં આવેલા ઇનવોઇસની કોપી શેર કરી છે. આ ઇનવોઇસના શીર્ષકમાં લખવામાં આવ્યું છે કે NO CALL, NO SHOW GUESTS એની સાથે વિવરણમાં લખવામાં આવ્યું છે કે લગ્નના રિસેપ્શન ડિનરમાં ગેરહાજર રહ્યા, બે સીટ ખાલી રહી, એટલે બીલ મોકલવામાં આવ્યું છે.

(5:14 pm IST)