Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

પશ્ચિમ લંડનની ત્રણ સુપર માર્કેટમાં ખાદ્ય સામગ્રીમાં ઈન્જેક્શનની મદદથી લોહી મિક્સ કરવાના આરોપસર એક વકીલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા

નવી દિલ્હી: પશ્ચિમ લંડનની ત્રણ સુપર માર્કેટમાં ખાદ્ય સામગ્રીમાં ઈન્જેક્શનની મદદથી લોહી મિક્સ કરવાના આરોપસર એક વકીલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. લોઓઈ અલધિરબ નામના આ વકીલ પર બુધવારે સાંજે ફુલહમ પેલેસ રોડ પર આવેલા ત્રણ સ્ટોર, ટેસ્કો એક્સપ્રેસ, લિટિલ વેટ્રોસ અને સેન્સબરમાં ખોટા ઈરાદાથી જમવાની સામગ્રીમાં લોહી મિક્સ કરવાનો આરોપ એના પર લગાવાયો હતો.

મુખ્ય મેજીસ્ટ્રેટ પોલ હોલ્ડસ્પ્રિંગે એવું કહ્યું કે, આ મામલો એટલો ગંભીર છે કે, મેજીસ્ટ્રેટની કોર્ટમાં સુનાવણી કરી શકાય એમ નથી. આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરી દેવાયો છે. આ મામલે અધિકાર ક્ષેત્રનો હું અસ્વીકાર કરૂ છું. કારણ કે આ કોર્ટ માટે ખૂબ જ ગંભીર કેસ છે. આરોપી દોષિત પુરવાર થાય છે તો કોર્ટની ક્ષમતા કરતા વધારે એને સજા મળશે. હવે 37 વર્ષના આરોપીને તા. 24 સપ્ટેમ્બરના રોજ આઈલવર્થ ક્રાઉનમાં રજૂ કરવામાં આવશે. વકીલ પર આરોપ છે કે, તે સાંજે 7.30 વાગ્યે વેટ્રોસ સ્ટોરમાં ઘુસી ગયો હતો. પછી લોહીથી ભરેલા ઈન્જેક્શનને ગમે ત્યાં ફેંકવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક તો ખાદ્ય સામગ્રીમાં નાંખી દીધા હતા. એક વ્યક્તિની સુચના પર બુધવારે સાંજે 7.40 વાગ્યા આસપાસ પોલીસને જાણ કરવામાં આવી હતી. ધ લિટિલ વેટ્રોસ, સેન્સબરીના સ્થાનિક અને ટેસ્કો એક્સપ્રેસની એની બ્રાંચને યુદ્ધના ધોરણે બંધ કરી દેવામાં આવી હતી.

(5:13 pm IST)