Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

ઈલોન મસ્કની સ્પેસએક્સ કંપનીએ અંતરિક્ષમાં તાજો ખોરાક મોકલાવ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: ઇલોન મસ્કની સ્પેસેક્સ કંપનીએ રવિવારે અંતરિક્ષમાં પ્રયોગો કરી રહેલાં અંતરિક્ષયાત્રીઓ માટે તાજો ખોરાક, એવાકેડો નામના ફળો અને વિવિધ પ્રકારના પ્રયોગો માટે કીડીઓ અને માણસની સાઇઝના મોટા હાથ ધરાવતા એક શીપમેન્ટને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ મોકલી આપ્યું હતું

આ શીપમેન્ટની ડિલિવરી સોમવારે આવી પહોંચે એવી શક્યતા છે. કંપનીએ છેલ્લા એક દાયકામાં નાસા માટે આ 23મી વાર શીપમેન્ટ મોકલ્યું હતું કંપની દ્વારા રિસાયકલ કરીને તૈયાર કરાયેલું ફાલ્કન નામનું રોકેટ નાસાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી વહેલી પરોઢે આકાશમાં છોડવામાં આવ્યું હતું.

સ્પેસએક્સ કંપનીના સમુદ્રમાં ઉબા કરાયેલા નવા પ્લેટફોર્મ ઉપર ઉર્ધ્વ દિશામાં ઉતરેલા પ્રથમ તબક્કાના બુસ્ટર એવા ડ્રેગન કેપ્સુલનું નામ એ શોર્ટફોલ ઓફ ગ્રેવિટાસ આપવામાં આવ્યું હતું. સ્પેસએક્સ કંપનીના સ્થાપક ઇલોન મસ્કે અંતરિક્ષમાંથી પરત આવેલા વેસલ્સને કાલ્પનિક કથાઓના લેખક સ્વર્ગસ્થ ઇએન બેન્કને શ્રદ્ધાંજલિ સ્વરૂપે નામ આપવાની પ્રથા ઉભી કરી છે

(5:12 pm IST)