Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

તાલિબાન નહીં થવા દે અફીણની ખેતી:અફઘાનિસ્તાનના અનેક વિસ્તારોમાં જાહેર કર્યું ફરમાન

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી વિદેશી સેના પાછી ફરી રહી છે અને આ બધા વચ્ચે તાલિબાન હવે પોતાની સરકાર બનાવવા મક્કમ છે. તાલિબાન પોતાના રાજમાં અનેક બદલાવો લાવી રહ્યું છે અને તે અંગેની જાણકારીઓ આપવાનું પણ ચાલુ કરી દીધું છે. તેમાં એક મહત્વનો ફેરફાર એ છે કે, હવે અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી પર રોક લગાવી દેવામાં આવી છે. તાલિબાને અફઘાનિસ્તાનના અનેક ગામોમાં ખેડૂતોને આ ફરમાન સંભળાવી દીધું છે કે તેઓ અફીણની ખેતી ન કરે કારણ કે, તેને દેશમાં પ્રતિબંધિત કરવામાં આવી રહ્યું છે. કંધાર અને તેની આસપાસના વિસ્તારોમાં સૌથી વધારે અફીણની ખેતી થાય છે અને હવે ત્યાંના ખેડૂતોને તે અટકાવવા કહેવામાં આવ્યું છે. તાલિબાનના આ ફરમાનની અસર દેખાવાનું ચાલુ થઈ ગયું છે અને અફઘાનિસ્તાનના માર્કેટમાં હવે અફીણનો રેટ વધી ગયો છે. લોકોને ખબર છે કે, આગળ જતા અફીણનું ભવિષ્ય સુનિશ્ચિત નથી. તાલિબાની પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, તાલિબાન રાજમાં ડ્રગ્સને મંજૂરી નહીં મળે.

(5:11 pm IST)