Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

પાકિસ્તાન-અફઘાન સરહદે થયેલ ફાયરિંગમાં બે સૈનિકોના મૃત્યુ

નવી દિલ્હી: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સીમા પર રવિવારે થયેલા ફાયરિંગમાં પાકિસ્તાનના બે સૈનિકોના મોત થયા છે. ખુદ પાક સેનાએ આ વાતની જાણકારી આપી હતી. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ આ ફાયરિંગની પહેલી ઘટના છે.પાકનો દાવો છે કે, સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી અને તેમાં બે થી ત્રણ હુમલાખોરો માર્યા ગયા છે અને બીજા ઘાયલ થયા છે. પાકિસ્તાનો દાવો જોકે કેટલો સાચો છે તે ચોક્કસ પણે કહી શકાય તેમ નથી. કારણકે જે સીમા પર આ હુમલાની વાત છે ત્યાં મીડિયા અને બીજા સંગઠનોની પહોંચ એટલી બધી નથી. આ સરહદી વિસ્તારમાં પાકિસ્તાનના કટ્ટરવાદી સંગઠન તહરીક એ તાલિબાન પાકિસ્તાનના આતંકીઓ પણ છુપાયેલા રહેતા હતા. સરહદ પર થયેલા ફાયરિંગ અંગે પાક સેનાએ સ્પષ્ટ રીતે કયુ સંગઠન જવાબદાર છે તે તો કહ્યુ નથી પણ તેનુ કહેવુ છે કે, આતંકી સંગઠનો પર અમે કરેલી કાર્યવાહી બાદ હવે તેઓ અફઘાનિસ્તાનમાં છુપાઈ ગયા છે.

 

(5:11 pm IST)