Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ચીનનાં દાટોંગમાં જાયન્ટ પાન્ડા આકારનો સોલાર પાવર પ્લાન્ટ બનાવાયો

 

ચીનનાં દાટોંગમાં નવા બનાવવામાં આવેલા સોલાર પાવર પ્લાન્ટની ડિઝાઈન સાથે થોડી ક્રિએટિવિટી બતાવવામાં આવી છે. ચીન મર્ચન્ટ્સ ન્યૂ એનર્જી ગ્રુપ ચીનનાં સૌથી મોટા ક્લીન એનર્જી ઓપરેટર્સ પૈકી એક છે અને તેમણે બનાવેલાં 248 એકર સોલાર ફાર્મને જાયન્ટ પાન્ડાનાં આકાર આપ્યો છે. સોલાર પ્લાન્ટનો પહેલો ફેસ 30મી જૂને પૂર્ણ થઈ ગયો હતો અને તેમાંથી વીજળીનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે.

(9:13 pm IST)