Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

દક્ષિણ આફ્રિકામાં બસ પલ્ટી ખાતા 10ના મોત

નવી દિલ્હી: દક્ષીણ આફ્રિકાના કેપ ટાઉન શહેરમાં ગુરુવારના રોજ એક બસ પલ્ટી જવાના કારણે ઓછામાં ઓછા 10 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય 30ને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે વેસ્ટ કેપના યાતાયાત પ્રમુખ કેન્ની આફ્રિકા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટના સ્થાનિક સમયાનુસાર લગભગ બે વાગ્યાની આસપાસ બની હતી.બસ શહેરના પૂર્વી વિસ્તારની તરફ જઈ રહી હતી આ દરમ્યાન આ ઘટના બની હોવાનું જણાઈ રહ્યું છે.

(6:08 pm IST)