Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ભૂલથી પણ પાણી પીધા બાદ મીઠાઇ ન ખાવી

ખાણીપીણીનો પણ પોતાનો એક નિયમ હોય છે અને જો તે નિયમને અનુસરવામાં ન આવે તો શરીર પર તેની વિપરીત અસર પડે છે. અયોગ્ય ખાદ્ય પદાર્થોનું એકીસાથે સેવન સ્વાસ્થ્યને નુકશાન પહોચાડે છે. ખાસ કરીને જો તમે પાણી પીધા બાદ મીઠુ ખાવ છો, તો સાવચેત રહેજો. તમારી આ આદત તમને બીમાર પાડી શકે છે. ખાસ કરીને તમે મોટાપા અને ટાઇપ-૨ ડાયાબીટીશના શિકાર થઇ શકો છો.

હાલમાં જ થયેલી એક શોધ અનુસાર, પાણી મીઠી વાનગીઓમાંથી ગ્લુકોઝ શોષવાની શરીરની ક્ષમતાને વધારે છે. તેનાથી રકતમાં શુગરના સ્તરમાં વધારો થાય છે. મસ્તિષ્ક વધેલી શુગરને ઉર્જાના બદલવા માટે અગ્નાશયને ઇન્સુલીનનું ઉત્પાન ઝડપી કરવાનો સંદેશો આપ છેે. જેના કારણે વ્યકિતને ડાયાબીટીશ થવાની સંભાવના વધી જાય છે.

(9:12 am IST)