Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

પુરેપુરી લાયકાત હોવા છતાં પણ આ યુવકને નથી રાખતું કોઈ નોકરીએ

નવી દિલ્હી: આમ તો સમસ્યા કે તકલીફ વગરનું દુનિયામાં કોઇ હોતું નથી પરંતુ કેટલાકની મુસિબત એવી હોય છે જેમાં પોતાનો કોઇ દોષ ના હોવા છતાં ભોગવવી પડે છે. આવું જ ચીનના ગ્વાંગડોગ પ્રાંતના 27 વર્ષના યુવાન માઓ શેંગ સાથે થયું છે. તે જોબ માટે જયાં પણ એપ્લાય કરે છે અને રુબરુ ઇન્ટરવ્યુંમાં જાય છે ત્યારે તેને પસંદ કરવામાં આવતો નથી. કોઇ નોકરીએ રાખતું એનું કારણ નાના બાળક જેવો ચહેરો અને શરીર છે.તે માનસિક રીતે તો પરિપક્વ થઇ ગયો પરંતુ માસૂમ બાળક જેવો ચહેરો બદલાયો નથી. લોકો ક્રીમ,હર્બલ અને એન્ટી એજિંગ પ્રોડકટનો ઉપયોગ કરીને પોતાની ઉંમર છુપાવે છે પરંતુ આની સમસ્યા ઉંમર વધુ દેખાડવાની છે જે થઇ શકતી નથી. આથી નાનો બાળક સમજીને જ નોકરી માટે પસંદ કરવામાં આવતો નથી. તે પોતાની જન્મ તારીખ અને એન્જીનિયરિંગની ડિગ્રી દર્શાવે છે તો પણ જોબે રાખનારા માનતા નથી.તેઓ ચાઇલ્ડ લેબર લો ની મુસિબતમાં ફસાવા ઇચ્છતા નથી. માઓ શેંગના પિતા ખૂબ બીમાર રહેતા હોવાથી નોકરીની ખાસ જરુર છે કયાંક ઇન્ટવ્યું આપ્યું હોયતો નોકરીના ઓર્ડરની રાહ જુએ છે પરંતુ તેને લાગે છે કે જેમાં તેનો વાંક જ નથી એવી સમસ્યા તેને નડી રહી છે. બધા મિત્રોને નોકરી મળી ગઇ તે એકલો જ બેરોજગાર રહી ગયો છે. માઓ શેંગે પોતાની આ સમસ્યા ચીનના સોશિયલ મીડિયામાં શેર કરતા લોકો તેના માટે સહાનુભૂતિ પ્રગટ કરી રહયા છે.નાનું બાળક સમજીને 27 વર્ષના માણસને નોકરી પર રાખવામાં આવતો નથી આ તો અન્યાય કહેવાય એવી લાગણી પ્રગટ કરી રહયા છે. લૂક જોઇને નોકરી માટે હા-ના કહેનારા પર લોકો નારાજગી પ્રગટ કરી રહયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર માઓ શેંગની સ્ટોરી વાયરલ થતા એક ફર્મ દ્રારા તેને નોકરીની ઓફર કરવામાં આવી છે. 

(7:42 pm IST)