Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

આ સમુદાયની યુવતીએ જો 21 વર્ષ સુધી ન કર્યું હોય આ કાર્ય તો પરિવારના લોકો ઉત્સવ મનાવે છે

નવી દિલ્હી: દુનિયાભરમાં અલગ અલગ પ્રજાતિઓ વસવાટ કરે છે, કેટલીક પ્રજાતિઓના રીત-રિવાજો જોઈને તો આપણે પણ આશ્ચર્યમાં મુકાઈ જઈએ. હાલ એક એવા જ રીતિ રિવાજ વિશે અમે તમને જણાવીશું જે સમુદાયમાં 21 વર્ષ સુધી જો છોકરીને કોઈ સાથે શારીરિક સંબંધો ના બંધાયા હોય તો પરિવારજનો ઉત્સવ મનાવે છે.આ અનોખો રિવાજ જોવા મળે છે દક્ષિણ આફ્રિકામાં આવેલા જુલુ જનજાતિમાં. જે પરંપરાનું નામ છે ઉમેમૂલો. આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવી છે, જેમાં 21 વર્ષે પણ કોઈ યુવતી વર્જિન હોય તો પરિવાર દ્વારા ખાસ પ્રકારે ઉત્સવ ઉજવવામાં આવે છે. યુવતીના સન્માનમાં પ્રાણીની બલી પણ ચઢાવવામાં આવે છે અને તે યુવતીને ઘણા જ પૈસા અને ભેટ પણ આપવામાં આવે છે.આ જુલુ પ્રજાતિ સાથે સંબંધ ધરાવનારી એક મહિલા થેબેલાએ વાઇસ ઇન્ડિયા માટે લખેલા એક આર્ટિકલમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમને જણાવ્યું હતું કે એક મહિલાની રીતે તમારે આ પરંપરાનું પાલન કરવું જ પડે છે. જો તમે આમ નથી કરતા તો માની લેવામાં આવે છે કે તમે વર્જિન નથી અને કોઈ વ્યક્તિ સાથે તમે શારીરિક સંબંધ બનાવી ચુક્યા છો.તેમને એમ પણ જણાવ્યું કે જુલુ ક્લચરની અંદર લગ્ન પહેલા શારીરિક સુખ માણવું અપવિત્ર માનવામાં આવે છે. તે એમ પણ જણાવે છે કે હું નથી માનતી કે શારીરિક સંબંધના કારણે કોઈ મહિલાને ઓછી આંકવામાં આવે. આ વસ્તુઓ મહિલા અને પુરુષો બંને માટે સમાન હોવી જોઈએ. મને હેરાની છે કે આપણા સમાજની અંદર પુરુષો માટે આવા કોઈ માપદંડ નથી.થેબલાએ જણાવ્યું હતું કે ઘરમાં સૌથી મોટી દીકરી હોવાના કારણે મારે આ પરંપરા નિભાવવાની હતી. 21 વર્ષના થવામાં 6 મહિના પહેલા જ મારા ઘરના લોકોએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. મારા માતાએ મને પૂછ્યું હતું કે તારે કેવા રંગની સાજ-સજાવટ જોઈએ છે. આ ઉપરાંત કેટલાક એવા સવાલો પણ પૂછીને એ ખાત્રી કરવા માંગતી હતી કે હું વર્જિન છું કે નહીં.તે છતાં પણ મારી માતાને મારા જવાબથી સંતોષ નહોતો. મારે કોઈ બોયફ્રેન્ડ નહોતો, જેના કારણે હું વર્જિન જ હતી, છતાં મારી માતા મને એક પ્રસંગમાં લઇ જવાનો નિર્ણય કર્યો આ પ્રસંગમાં પણ એક યુવતી ઉમેમૂલો પરંપરામાંથી પસાર થઇ રહી હતી. અહીંયા જઈને મારી માટે એક મહિલા દ્વારા ખાત્રી કરી કે હું વર્જિન છું કે નહીં.

(6:30 pm IST)